તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણનાસરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે સરકાર ધ્વારા

પાટણ | પાટણનાસરદાર પટેલ રમત- ગમત સંકુલ ખાતે સરકાર ધ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણનાસરદાર પટેલ રમત- ગમત સંકુલ ખાતે સરકાર ધ્વારા વધુ ચાર કોચની નિમણૂ઼ક કરવામા઼ આવી હોવાનું અને નવા નિયુકત કોચએ તેમનો ચાર્જ સંભાળી લીધો છે. પાટણ રમત ગમત સંકુલના સિનિયર કોચ આર.બી.બુંદેલાએ જણાવ્યુ હતું કે પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે કાર્યરત સ્વીમીંગ પુલમાં કોચની જરૂરીયાત ઉભી થતા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સ્વીમીંગ મહિલા કોચ તરીકે સોનીયા જોષી અને પુરૂષ કોચ તરીકે મિત્તેષ દેસાઇની નિમણુંક કરવામાં આવી છે. જયારે બોકસીંગ કોચ તરીકે માયાબેન અને ટેનીસ કોચ તરીકે ચિંતન મહેતાની નિમણુ઼ક કરવામાં આવી છેે. ચારેય કોચએ ચાર્જ સંભાળી લીધો હોઇ વિશેષ ટ્રેનીંગ મળશે તેવી આશા રમત ગમત સંકુલમાં આવતા ખેલાડીઓએ વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...