તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • કુલપતિ તરીકે ગોદારાના હવે માત્ર 6 દિવસ, હજુ અનુગામી નક્કી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુલપતિ તરીકે ગોદારાના હવે માત્ર 6 દિવસ, હજુ અનુગામી નક્કી નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વર્તમાન કુલપતિ ર્ડા.આર.એલ.ગોદારાની ત્રણ વર્ષની ટર્મ આગામી તા.15મીએ પૂર્ણ થઇ રહી છે.બીજી તરફ આગામી ટર્મમાં કુલપતિની પસંદગી માટે રચિત સર્ચ કમિટી સમક્ષ 69 બાયોડેટા આવ્યા હોવાનું સુમાહિતગાર સુત્રોએ જણાવ્યુ હતું.જોકે સર્ચ કમિટીની બે-ત્રણ બેઠકો બાદ હવે પસંદગી પ્રક્રિયા માટેની આગામી બેઠક ક્યારે યોજાશે તેને લઇને યુનિના શિક્ષણ વર્તુળમાં ઇંતેજારી જામી છે.

યુનીવર્સિટીમાં કુલપતિની આગામી ટર્મ માટે પસંદગી પ્રક્રિયા માટે ચાર સદસ્યોની રચિત સર્ચ કમિટી સમક્ષ કુલપતિ બનવા માટે 68 લોકોના બાયોડેટા નોંધાયા છે.જેમાં 10થી વધુ નામ રાજ્ય બહારના છે. સર્ચ કમિટીની અગાઉ મળેલ બેઠકોમાં મોટાભાગના બાયોડેટાની ચકાસણી અને પરામર્શનો દૌર પૂરો થયો છે.

વર્તમાન કુલપતિની ટર્મ દિવસ બાદ આગામી તા15મીએ પૂર્ણ થશે જોકે સર્ચકમિટીની આગામી બેઠકનો કોઇ કાર્યક્રમ હજુ નક્કી થયાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું. નવા કુલપતિ નિયુક્ત થાય ત્યાં સુધી ઉપકુલપતિને ચાર્જ સોંપવામાં આવશે કે કેમ તેને લઇને પણ અટકળો થવા લાગી છે.આ દરમ્યાન પાટણ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક સિનીયર પ્રોફેસર કુલપતિ બનવાની રેસમાં લોબીગમાં કામે લાગ્યાનું પણ ચર્ચાઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો