તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ.ના 129 પ્લોટ GIDC અન્યોને તબદીલ કરી દેશે !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીઆઇડીસીનીપડતર પ્લોટ હેઠળની યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના કુલ 13 અેસ્ટટમાંથી આવેલી અરજી મુજબ કુલ 129 પ્લોટ-શેડનો ઉપયોગ થાય તે માટે જરૂરીયાતના ઉદ્યોગકારને તબદીલ કરવામા આવશે. છેલ્લા કેટલાક સમયથી પડતર પડી રહેલા તમામ પ્લોટ-શેડ ઉપર ઉદ્યોગ શરૂ થતા રોજગારીના અવસર પણ વધશે.

ગુજરાત અેોદ્યોગિક વિકાસ નિગમ દ્વારા વઠવપરાયેલ સ્થિતિમા પડેલા ખુલ્લા પ્લોટ કે શેડનો અેોદ્યોગિક રીતે ઉપયોગ થાય તે માટે યોજના જાહેર કરેલી છે. જે અંતર્ગત મહેસાણા સ્થિત પ્રાદેશિક કચેરીને ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લા સાથે કલોલ તાલુકાના કુલ મળીને 13 એસ્ટેટમાંથી 129 અરજીઓ આવી છે. અરજીઓનો વિગતે અભ્યાસ કરી અરજદારના સુચવેલા નામને નિયમો મુજબ મંજૂર કરી અન્યને નામે પ્લોટ કે શેડ તબદીલ કરી દેવામા આવશે. પ્રક્રિયા માટે હાલના અરજદારે પ્લોટની કિંમતના 30ટકા ચાર્જ પણ ભરવાનો થશે. સેોથી વધુ અરજી ગોઝારીયા, રાધનપુર અને દીયોદર એસ્ટેટમાંથી આવી છે.

{ આટલી GIDCમાં આટલા પ્લોટ પડતર

}અંબાજી- 3 } બાલીસણા- 1

} ચંડીસર- 2 }ચાણસ્મા- 2

} છત્રાલ- 1 }દિયોદર- 30

} ગોઝારીયા- 35 }કલોલ- 1

} ખેરાલુ- 7 } પાલનપુર- 2

} રાધનપુર- 29 }રણાસણ- 3

} સિધ્ધપુર- 13

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો