તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણની પાયલપાર્ક સોસા.માં મહિનાથી ગટર ઉભરાય છે પણ રીપેરીગ ટલ્લે !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણની પાયલપાર્ક સોસા.માં મહિનાથી ગટર ઉભરાય છે પણ રીપેરીગ ટલ્લે !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણનાપાયલપાર્ક સોસાયટીના ગેટ આગળ છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદકી રસ્તામાં સર્જાતા રહિશો તોબા પોકારી ગયા છે.આ અંગે નગરપાલીકામાં વારંવાર રજુઆત છતા હજુ સમસ્યા હલ થવા પામ નથી. અંગે પાલીકાના સુત્રો કહે છે કે વિસ્તારમાં ભૂગર્ભ મરામત નિભાવણીની બે વર્ષ કામગીરી જીયુડીસી કોન્ટ્રાક્ટર મારફતે હોઇ તેમને ત્રણ વખત મરામત માટે લેટર મોકલ્યો છે,છેવટે પ્રમુખ દ્વારા જીયુડીસીના વાઇસપ્રેસીડેન્ડને ટેલીફોનીક ફરીયાદ કરવામાં આવી છે ત્યારે હવે ત્વરીત ગટર મરામત થવાના સંકેતો પાલીકાના સુત્રોએ વ્યકત કર્યા હતા.

પાયલપાર્ક સોસાયટીના ગેટ1ના પ્રવેશ દ્વારના અંદરના ભાગે છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાય છે અને ગટરનું ગંદુ પાણી બહાર રોડ સુધી ફેલાતા દુર્ગદ મારે છે.જેનાથી આસપાસ રહેતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે અને ગંદા પાણીને લઇને રોગચાળો ફાટી નિકળવાની ભીતી સેવાઇ રહી છે.જ્યારે સોસાયટીના અંદરના ભાગે એકવાર ગટર રીપેરીગ માટે આવેલ ટેન્કર ગટરની કુંડી ઉપરથી પસાર થતા કુંડી જમીનમાં દબાઇ જવા પામી છે તે પણ રીપેરીગ કરવામાં આવી નથી.

અંગે સોસાયટીના પ્રમુખ ગુણવતસિહ ઝાલાએ જણાવ્યુ હતું કે,નગરપાલીકમાં ધણીવાર ફીરયાદ નોધાવી છે,વોટ્સઅપ દ્વારા અધીકારીને ફોટા મોકલી આપ્યા છે પરંતુ ગટર રીપેરીગ અંગે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.જોકે અંગે નગરપાલીકાના પબ્લીક હેલ્થ એન્જીન્યર ર્કિતીભાઇ પટેલે જણાવ્યુ હતું કે,રજુઆત મળી હતી.જીયુડીસીના કોન્ટ્રાકટર દ્વારા બે વર્ષ મરામતની કામગીરી કરવાની થાય છે.

જેમને રીપેરીગ માટે ત્રણ વખત લેટર મોકલ્યા છે.પ્રમુખે અંગે જીયુડીસીના વાઇસ પ્રેસીડેન્ટને પણ વાત કરી છે.જ્યારે પાલીકા પ્રમુખે જણાવ્યુ હતું કે, જીયુડીસીના વાઇસપ્રેસીડેન્ટને સમસ્યા અંગે ટેલીફોનીક વાત કરી છે.હવે આજકાલમાં ત્વરીત કામદારો મારફતે ગટર મરામત કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો