તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • નગરપાલિકાના મહિલા ચેરમેને પૈસાની લેતીદેતી કર્યાની ક્લીપ હોવાનો ધડાકો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરપાલિકાના મહિલા ચેરમેને પૈસાની લેતીદેતી કર્યાની ક્લીપ હોવાનો ધડાકો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણનગરપાલિકામાં શાસકપક્ષના નેતાએ વ્હીપ સામે બંડ પોકારનાર સત્તાધારીપક્ષના 16 સભ્યો પૈકી એક મહિલા ચેરમેન કામ માટે પૈસાની લેતી દેતી કરતા હોવાની ક્લીપ મારી પાસે છે જે પ્રદેશ સમિતિમાં રજુ કરીશ અને સમય આવ્યે જાહેર કરીશ તેવુ પાલીકાની સભા બાદ મીડીયાને જણાવતા પાર્ટીમાં હલચલ મચી જવા પામી હતી.

પાટણ નગરપાલીકામાં કોઇ સમિતિના ચેરમેનને લઇને પ્રથમવાર મતદાન થયાનો કિસ્સો થવા પામ્યો છે.એમાયે સત્તાધારી કોંગ્રેસના 15 સભ્યોએ ચેરમેનને બદલવા વિપક્ષ ભાજપના 8 સભ્યો સાથે હાથ મિલાવતાં બાંધકામ ચેરમેન બદલાયા હતા . કવાયત બાદ ભ્રષ્ટાચાર બાબતે ચોકાવનારો ધડાકો એક ક્લીપને ટાંકીને કર્યો હતો.

જેમાં શાસકપક્ષના નેતા એમ.કે.પટેલે જણાવ્યુ હતું કે,16 પૈકીના એક મહિલા ચેરમેને કામ માટે પૈસા લીધા અને પછી પાછા આપ્યા કામ થાય એટલે આપજો તેવી તેમની એક વીડીયો ક્લીપ મારી પાસે છે.જેમાં 500-500ની નોટની ગડ્ડી છે.હાલ તેમનુ નામ જાહેર કરવા માંગતો નથી,જે કલીપ પ્રદેશ સમિતીમાં રજુ કરીશ અને પછી સમય આવ્યે જાહેર કરીશ તેમ જણાવ્યુ હતું.

જ્યારે પાલિકા વિપક્ષના નેતા મનોજભાઇ પટેલ સહિત ત્રણ સદસ્યોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યુ હતું કે,વિપક્ષ તરીકે ભ્રષ્ટાચાર વિરુધ્ધના પાલીકાના હિતમાં વોટીગથી સમર્થન આપ્યુ હતું.ભાજપને સત્તા ઉથલાવવામાં કોઇ રસ નથી અમે કથીત ભ્રષ્ટાચાર વિરુધ્ધની દરખાસ્તને ટેકો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો