તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ જિલ્લાના 4984 પ્રા.શિક્ષકોનો ઓગસ્ટનો પગાર વધારા સાથે થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લાના 4984 પ્રા.શિક્ષકોનો ઓગસ્ટનો પગાર વધારા સાથે થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લામાં આગામી દિવસોમાં 4984 પ્રાથમિક શિક્ષકોનો ઓગસ્ટ માસનો પગાર 7 મા નાણાપંચના વધારા સાથે ચૂકવવાનો હોવાથી શિક્ષકોમાં આનંદની લાગણી પ્રસરી છે.નવા પગાર પંચના અમલથી દર માસે સરકારી તિજોરીમાં જિલ્લાના શિક્ષકોના પગારનો રૂ.3.54 કરોડથી વધુનો બોજ વધી જશે. સાતમા પગાર પંચ પ્રમાણે પ્રત્યેક શિક્ષકોના પગારમાં 14 થી 21 ટકાનો વધારો થવાનો છે.

સરકારી કર્મચારીઓના પગારમામં સાતમા પગારપંચના અમલની સરકારે જાહેરાત કરી ત્યારથી કરમચારીઓ નવા પગારપંચમાં કેટલો વધારો થશે તેના આંકડા મૂકી રહયા હતા અને પગારની ઈન્તેજારીમાં હતા. સામે દિવાળી આવી રહી છે તેવા ટાંકણે પગારમાં વધારો થતાં વખતે કર્મચારીઓજલસાબંધ દિવાળી ઉજવશે.આગામી દિવસોમાં પાટણ જીલ્લાના 4984 પ્રાથમિક શિક્ષકોનો ઓગસ્ટનો પગાર વધારા સાથે આપવાની કામગીરીમાં તંત્ર વ્યસ્ત થયું હતું.દરેક શિક્ષકને દરમહીને સરેરાશ રૂ.7100 જેટલો વધારો થશે. હાલે તેમના પગારમાં રૂ.18.39 કરોડથી વધુ રકમ ચૂકવાય છે જે હવે વધીને રૂ.21.94 કરોડ થશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્રના હિસાબી અધિકારી બી.એસ.ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો