તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણમાં રખડતા ઢોરનો મુદ્દો ફરી પાલીકા સભામાં ગાજ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં રખડતા ઢોરનો મુદ્દો ફરી પાલીકા સભામાં ગાજ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેરમાં એક વર્ષથી રખડતા ઢોર પકડીને ડબ્બામાં પુરવાની કામગીરી કરવામાં આવતા વિપક્ષના સદસ્યોએ બજાર વિસ્તારમાં લોકોની હાડમારીઓને લઇને રોષ વ્યકત કરી સૌ સદસ્યો દ્વારા ઝુંબેશ કરવા પાલિકાની સભામાં સુચન કરાયુ હતું.

નગરપાલિકાની સમાન્ય સભામાં રખડતા ઢોર પકડવાની કામગીરી ઠેકેદાર મારફતે કરાવવાનું કામ મંજૂર કરાયુ હતું.જોકે મુદ્દાની ચર્ચામાં વિપક્ષના ઉપનેતા સદસ્ય ર્ડા.નરેશ દવેએ જણાવ્યુ હતું કે,અમે ભૂતકાળમાં ઠેકા માટે ટેન્ડર પાડ્યા હતા પણ કોઇ એજન્સી કામ માટે આવી નહતી.ખલીપુર પાંજરાપોળ પાલીકાએ પકડેલ ઢોર લેતી નથી અને પાલીકા બે દિવસથી વધુ રાખી શકતી નથી એટલે એક વર્ષથી ઠોર ડબ્બામાં પુરવાની કામગીરી કરી શકાઇ નથી તેવો પાલિકાતંત્રએ જવાબ આપેલો છે.સત્તાધિશો ઠેકાનો પ્રયાસ કરે પણ ઠેકેદાર આવે ત્યાં સુધી સૌ સભ્યો સાથે રાખીને શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુબેશ કરવા સુચન કર્યુ હતું. જેમાં કારોબારી ચેરમેન લાલેશ ઠક્કરે જણાવ્યુ હતું કે, શહેરમાં રખડતા ઢોરની ગંભીર સમસ્યા છે અને અરજીઓ પણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો