તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણમાં પાલિકાનો 9 કરોડનો વેરો હવે ‘ઠેકેદાર’ વસૂલશે !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં પાલિકાનો 9 કરોડનો વેરો હવે ‘ઠેકેદાર’ વસૂલશે !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેરમાં એક વર્ષ બાદ ફરી પાલિકાતંત્ર દ્વારા પાછલા વર્ષોના બાકી વેરાની વસુલાત માટે ઠેકાનો રાહ પકડ્યો છે તેમજ ઠેકેદારે વોર્ડ વિસ્તારોમાં મિલ્કત સહિતના વેરા વસુલવાની કામગીરી હાથ ધરી છે.શહેરમાં વર્ષો જુના મળી અંદાજે રૂા.9 કરોડના વેરા વસુલવાના બાકી નિકળે છે પણ પાલિકાતંત્રમાં સ્ટાફની ઘટ હોવાથી ઠેકાપધ્ધતિથી વસુલાતની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

નગરપાલિકાના ચોપડે કેટલીક મિલ્કતોના વેરા 20 થી 25વર્ષથી બાકી બોલી રહ્યા છે.જેમાં કેટલાક વેરાને લઇને વિસંગતતાઓ દૂર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા અગાઇ ચિંતન થયા પછી પણ તંત્ર હજુ ઉદાસીન રહ્યુ છે અને વિસંગતતાવાળા વેરા પણ બાકીમાં ચાલ્યા આવે છે.

વર્ષ 2011-12માં મહેસાણાના ઠેકેદાર મારફતે વેરાની અંદાજે રૂા.ત્રણ કરોડની વસુલાત થઇ હતી.

ત્યારપછી દોઢ મહિના માટે અન્ય એજન્સી રાહે કામગીરી કરાઇ હતી જેમાં અંદાજે રૂા.27લાખ વસુલાયા હતા.

જોકે ત્યારપછી એક મહિનો ઠેકાપધ્ધતિ બંધ રહી અને ફરીથી પાલિકાએ મહેસાણાની એજન્સીને કામ સોંપતા વસુલાત કવાયત શરૂ થવા પામી છે.જોકે રીઢા મિલ્કતદારો પાસેથી વસુલાતમાં પાલીકાતંત્ર નરમ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો