• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ચૂંટણીની અદાવત રાખી રોડા ગામે 20 શખસોએ હિચકારો હુમલો કર્યો

ચૂંટણીની અદાવત રાખી રોડા ગામે 20 શખસોએ હિચકારો હુમલો કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિવારજનો ઘરે હતા ત્યારે શખસો ઘાતક હથિયાર સાથે છૂટી ઇંટો, રોડા નાખ્યા, 20 સામે ફરિયાદ નોંધાઇ

હારીજતાલુકાના રોડાગામે ચુંટણી બાબતની અદાવત રાખી 20 શખ્સો લોખંડની ટોમી લાકડી સહિતના ઘાતક હથિયારો ધારણ કરીને તેમના ઘર પર હિચકારો હુમલો કરી ઘર ઉપર છૂટી ઇંટો રોડા નાંખ્યા હતા. તેમા કેટલાક વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. અંગે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

હારીજ તાલુકાના રોડાગામે રહેતા જયાબેન રાજેશભાઇ ચૌધરી તેમજ પરિવારજનો હાજર હતા. ત્યારે શુક્રવારે સાંજે તેમના ગામના 20 શખ્સો એક સંપ થઇ ચુંટણી બાબતેની જુની ખોટી અદાવત રાખીને જયાબેન ચૌધરી તેમજ પરીવારજનોને ગાળો બોલી હાથમાં લોખંડની ટોમીઓ, લાકડીઓ જેવા ઘાતક હથિયારો ધારણ કરી લઇ આવી તેમજ ઘર ઉપર ઇંટોના છુટ્ટા રોડા નાંખી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અંગે મહિલાએ હારીજ પોલીસ મથકે 20 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

કોની કોની સામે ફરિયાદ

અનારજીનવાજી ઠાકોર, જવાનજી નેમાજી ઠાકોર, જયંતીજી ખેમાજી ઠાકોર, વિક્રમજી ભેમાજી ઠાકોર, સામતાજી જીતાજી ઠાકોર, શ્રવણજી ભેમાજી ઠાકોર, દઝાજી સવાજી ઠાકોર, રમેશજી ખેમાજી ઠાકોર, મહેંન્દ્રજી રમાજી ઠાકોર, મોડજીજી હલાજી ઠાકોર, દશાજી નેમાજી ઠાકોર, બલાજી અમરતજી ઠાકોર, પ્રવિણજી ભેમાજી ઠાકોર રહે. તમામ રોડા અને અન્ય સાત શખ્સો જેમનું નામ ઠામ જણાવેલ નથી.

અન્ય સમાચારો પણ છે...