વૈશાખી વાયરામાં વાવાઝોડા સાથે માવઠું

ભાસ્કરન્યૂઝ.પાટણ/રાધનપુર/ચાણસ્મા પાટણજિલ્લામાં ભારે અને અસહ્ય ગરમી વચ્ચે મંગળવારે રાત્રિથી બદલાયેલા...

DivyaBhaskar News Network | Updated - May 14, 2015, 02:50 AM
વૈશાખી વાયરામાં વાવાઝોડા સાથે માવઠું
ભાસ્કરન્યૂઝ.પાટણ/રાધનપુર/ચાણસ્મા

પાટણજિલ્લામાં ભારે અને અસહ્ય ગરમી વચ્ચે મંગળવારે રાત્રિથી બદલાયેલા વાતાવરણના લીધે રાધનપુર સહિત કેટલાક વિસ્તારોમાં રાત્રે તેમજ પાટણ ચાણસ્મા સહિત અન્ય વિસ્તારોમાં બુધવારે બપોરે ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદી ઝાપટા વરસી પડ્યા હતા. શહેરમાં કાળઝાળ તડકા વચ્ચે સાંજ સુધીમાં ત્રણ ઝાપટા પડ્યાં હતાં. જોકે સામાન્ય વરસાદ હોવાથી બાદમાં બફારો પણ ચાલુ રહ્યો હતો. આગામી એકાદ બે દિવસ પણ વરસાદ પડવાની સંભાવના છે. જોકે ડિઝાસ્ટરમાં કોઇ સૂચના મળી નથી તેમ સૂત્રોએ કહ્યુ હતું.

જિલ્લામાં મહિનાના આરંભથી આકરી ગરમીનો મારો થઇ રહ્યો છે જે ગયા વર્ષ કરતા વધારે છે. છેલ્લા બે દિવસથી 42 ડિગ્રી ગરમી લોકોને અકળાવી રહી છે તેમજ આગામી શનિવાર, રવિવારે પારો 44 ડિગ્રી થવાની ધારણાઓ વચ્ચે બુધવારે પાટણ, ચાણસ્મા પંથકમાં છૂટા છવાયા વાદળો વરસી ગયા હતા. બપોરે આકાશ વાદળથી છવાઇ ગયાના કલાક બાદ અચાનક વરસાદ પડ્યો હતો. વરસાદના લીધે બજારોમાં રાહદારીઓમાં દોડધામ થઇ હતી જોકે મોટાભાગે લોકોએ પલળવાનું પસંદ કર્યું હતું. અને તાપથી રાહત અનુભવી હતી.શહેરમાં બપોરે કમોસમી વરસાદ પડતા બજારમાંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ ભીંજાયા હતા અને હળવી ઠંડકનો અનુભવ કર્યો હતો/ભાસ્કર

રાધનપુરમાં મોડી રાત્રે વિજળીના ચમકારા

રાધનપુરમાંમંગળવારેમોડીરાત્રે વાવાઝોડા સાથે વિજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું જેમાં સામાન્ય છાંટા પડ્યા હતા જેના લીધે છેલ્લા અઠવાડિયાથી તોબાહ પોકારી રહેલા લોકોએ થોડીક રાહત અનુભવી હતી જોકે અડધી રાત્રે બહાર સૂઇ રહેલા લોકોને બિસ્તરા ઉપાડવા પડ્યા હતા. વારાહીમાં પણ રાત્રે વરસાદી ડોળ થયો હતો પણ છાંટા બુધવારે કપડા પલાળી ગયા હતાં.

ચાણસ્મા પંથકમાં હળવા છાંટા પડ્યા

અસહ્યગરમીબાદ બુધવારે સાંજે ત્રણ વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં સેઢાલ, ધરમોડા, સમીસા, લણવા, પીંઢારપુરા સહિત અન્ય ગામોમાં વરસાદી ઝાપટુ ગાજવીજ સાથે વરસતા ગરમીમાં ક્ષણિક રાહત મળી હતી. પણ બાદમાં બફારો થયો હતો.

ગંજબજારમાં માલ બચાવવા કવાયત

મોટાઝાપટાપછી બે વખત સામાન્ય છાંટણા પણ થયા હતા માહોલમાં ગંજબજારમાં માલ પલળે તે માટે દોડધામ કરવી પડીહતી. બુધવારે 19633 બોરી એરંડાની આવક થઇ હતી જેમાં કેટલેક અંશે એરંડા વગરેના ઢગલા ભીંજાયા હતા અને લાખોનું નુક્શાન થશે તેમ સુમનભાઈ બ્રહ્મભટ્ટે ભીતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું.

વૈશાખી વાયરામાં વાવાઝોડા સાથે માવઠું
X
વૈશાખી વાયરામાં વાવાઝોડા સાથે માવઠું
વૈશાખી વાયરામાં વાવાઝોડા સાથે માવઠું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App