• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના તબીબ સાથે વીમા રોકાણ માટે પૈસા લઇ 69.42 લાખની ઠગાઇ આચરી

પાટણના તબીબ સાથે વીમા રોકાણ માટે પૈસા લઇ 69.42 લાખની ઠગાઇ આચરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરના તબીબ પાસેથી મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો વીમો પૂરો થતો હોઇ તેનું પેમેન્ટ બાકી નીકળતા હોવાનું જણાવી રૂ.6,94,2000 લીધા પછી અા બાબતે કોઇજ સંતોષકારક જવાબ ન આપી ફોન પણ બંધ કરી દેતાં આઠ શખ્સોએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાનો ગુનો આખરે પાટણ શહેર બી ડિવિજન પોલીસ મથકે નોંધાવ્યો છે.

પાટણના બગવાડા દરવાજા પાસે દત્ત કલીનીક ચલાવતા તબીબ ડો.લલીતબેચરભાઇ પટેલે મેક્સ લાઇફનો વીમો લીધેલ હતો. તેની મુદત પૂરી થતાં તમને પેમેન્ટ મળી ગયેલ છે. પણ આ કંપનીને લેણા નીકળે છે. તેમ કહી વિશ્વાસમાં લઇ પાનકાર્ડ, આધારકાર્ડ, કેન્સલ ચેક મંગાવેલ હતા. તે પછી વિક્રમ ચૌહાણ, યાદવ સાહેબ, સુમીત ચૌધરી, ત્રિપાઠી ભાવેશ, પટેલ અનુરાધા, અગ્રવાલ અને રોહીત પટેલ વગેરેએ કુલ 31વખત મળી 6,94,2000 રોકાણ પેટે મેળવી હતી. જે બમણી થશે તેવા વાયદા અાપ્યા હતા. જે માટે પાકતી તારીખે કેટલા મળશે તે અંગે પૂછતાં ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરી ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.આ પ્રકારે 9 ડીસેમ્બર 2016થી 18 ડીસેમ્બર 2018 દરમ્યાન છેતરપીંડી કરાઇ હોવાનું પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે ઇપીકો કલમ 420 અને 406 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...