• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • દિયોદર તાલુકાના કોતરવાડા ગામના માધ્યમિક શાળાના 25 વિદ્યાર્થીઓ અને

દિયોદર તાલુકાના કોતરવાડા ગામના માધ્યમિક શાળાના 25 વિદ્યાર્થીઓ અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિયોદર તાલુકાના કોતરવાડા ગામના માધ્યમિક શાળાના 25 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો શનિવારે સવારે છોટાહાથી ગાડીમાં આધાર કાર્ડ કઢાવવા માટે દિયોદર ખાતે જતા હતા. ત્યારે ગોલવી પાસે ચાલકે કાબુ ગુમાવતાં ગાડી પલ્ટી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નાની-મોટી ઇજાઓ થતાં દોડધામ મચી ગઇ હતી. ઘવાયેલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે દિયોદર તેમજ ડીસા-પાટણ ખાતે ખસેડાયા હતા.

કોતરવાડા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની આધારકાર્ડની કામગીરી માટે બે શિક્ષકો સાથે શનિવારે સવારના સમયે કોતરવાડાથી છોટા હાથી ગાડીમાં જીજે-8-એવાય-0446 દિયોદર મામલતદાર કચેરી ખાતે આવતા હતા. ત્યારે માર્ગમાં ગોલવી પાસે છોટાહાથી ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલ્ટી જતા છોટાહાથીમાં સવાર 25 જેટલા વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને નાના-મોટી ઈજાઓ થતા તાત્કાલીક 108 અને ખાનગી વાહનોમાં સારવાર અર્થે હોસ્પીટલ અને ત્યાંથી ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને વધુ સારવાર અર્થે ડીસા-પાટણ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતા વાલીઓ અને સ્નેહીજનોના દોડી આવ્યા હતા. શાળાના સંચાલકોની બેદરકારી સામે આવતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...