• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના નગરોત્સવ સમી અષાઢી બીજની ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને

પાટણના નગરોત્સવ સમી અષાઢી બીજની ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના નગરોત્સવ સમી અષાઢી બીજની ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભ્રાતા બલભદ્રજીની ભવ્ય અને વિશાળ રથયાત્રા શનિવારે બપોરે રોકડીયા ગેટ મંદિરેથી નીકળી ત્યારે ભક્તોનો ધોધ દર્શન કરવા ઊમટ્યો હતો. 122 ઝાંખીઓના કાફલા સાથેની રથયાત્રા શાંતિ, ભાઇચારો, એકતા અને માનવતાનો સંદેશો આપતી મોડી રાત્રે નીજમંદિરે પરત ફરી હતી. રથયાત્રામાં પહેલીવાર મુસ્લિમ બિરાદરે ભગવાનના રથ પર ચઢી શાંતિના દૂત સમા સફેદ કબૂતર ઉડાવી અમનનો સંદેશો આપ્યો, તો પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત પાટીદાર યુવાનો અને નગરપાલિકા ટીમે રથયાત્રાની સાથે જ સફાઇ માર્ગોની સફાઇ કરી સ્વચ્છ પાટણનો સંદેશ આપ્યો હતો.સવારે 10-30 કલાકે ભગવાનને રથમાં બિરાજીત કરાયા બાદ આરતી માટે ચડાવો બોલાયો હતો. જેમાં મહેસાણાના રહીશ હરેશભાઇ જોશી પરિવારે રૂ. 2.41 લાખની ઉછામણી બોલી સતત પાંચમી અને કુલ સાતમી વખત લ્હાવો લીધો હતો. મહાઆરતી બાદ બપોરે 2-10 કલાકે જય રણછોડ માખણચોરના નાદ સાથે રથયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતું. મહોલ્લે મહોલ્લે ભક્તોએ ત્રણ રથોમાં બિરાજમાન ત્રણેય ભાઇ-બહેનની પૂજા-આરતી કરી પ્રસાદ ધરાવી હતી. બગવાડા દરવાજા પાસે બજાર, રેલવે સ્ટેશન, વિઠ્ઠલ ચેમ્બર, વેરાઇ ચકલા અને સુભાષચોક તરફ જતા તમામ રસ્તાઓ જનમેદનીથી ભરચક બની ગયા હતા. યાત્રા પર ડ્રોન અને સીસીટીવી કેમેરાથી બાજનજર રખાઇ હતી. ે રથ ખેંચતાં ખલાસીઓ પર કેસૂડાના ફૂલના પાણીનો છંટકાવ કરી રાહત અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...