ભાસ્કર ન્યૂઝ | રાધનપુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | રાધનપુર

રાધનપુરતાલુકાના કામલપુર (ધરવડી) ગામના પ્રગતિશીલ ખેડુત દ્વારા આજથી ત્રણ વર્ષ પહેલા 35 વિઘા જમીનમાં ઇઝરાયેલી બહારી ખારેકના 1025 રોપા ઉગાડ્યા હતા. જેમાંથી 600 છોડ તૈયાર થઇ ગયા છે અને વર્ષથી મીઠી મધુરી સાકરને પણ મોળી પાડે તેવી ઇઝરાયેલી બરાહી ખારેકમાં પાક ઉતરવાના શરૂ થઇ ગયો છે. અને રૂ.100 થી 150 ના કિલોમાં ભાવે ખારેકના રસિયાઓ ઇઝરાયેલી બરાહી ખારેકનાં આસ્વાદ માણી રહ્યા છે. એકસપોર્ટ કવોલીટીની ખારેક આસ્વાદ માણી રહ્યા છે. એકસપોર્ટ કવોલીટીની ખારેક હોવા છતાંય સ્થાનિક લોકોને તેનો લાભ મળે તે માટે સ્થાનિક લેવલે વેચાણ થઇ રહ્યુ છે.

કામલપુરના પ્રગતિશીલ ખેડુત દઝાભાઇ ચૌધરી અને ગણેશભાઇ ચૌધરીએ ખેતિક્ષેત્રે સમયાંતરે અખતરા કર્યા છે અને બનાસનદીના કાંઠે ગામ વસેલું હોવાના કારણે તમામ અખતરા સફળ પણ થયા છે. કામલપુરની દેશી ખારેક વર્ષોથી આખા પંથકમાં વખણાય છે. પરંતુ કચ્છની ઇઝરાયેલી બરાહી મીઠી મધુરી ખારેકને રાધનપુર પંથકમાં લાવવાના નિર્ધાર સાથે કચ્છના મુન્દ્રાથી એક રોપાતા 2700 થી 3000 રૂપિયા લેખે 1025 રોપા લાવીને 35 વિઘા જમીનમાં ઉગાડી સોલાર પેનલ દ્વારા ટપક સિંચાઇ પધ્ધતિના ઉપયોગથી ત્રણ વર્ષ રોપા ફળ આપતા થઇ ગયા છે.

તમામ રોપ એક સરખી સાઇઝના અને કવોલીટી પણ એક સરખી આપે છે. સ્થાનિક લોકોને લાભ મળે તે માટે પાટણ- રાધનપુર રોડ ઉપર ગણેશ ફાર્મની બહાર કામલપુરગામે કાઉન્ટર ઉભુ કરીને વેચાણ થઇ રહ્યુ છે.

રાધનપુરની ઇઝરાયેલી ખારેકનું પ્રથમ આગમન

રાધનપુરની ઇઝરાયેલી ખારેકનું આગામન થયુ હતુ. તસ્વીર- કમલ ચક્રવતી

અન્ય સમાચારો પણ છે...