• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • શંખેશ્વર તાલુકાના રણોદ ગામમાં અને સરસ્વતી તાલુકાના મોટા નાયતામાં પતરા ઉડ્યા

શંખેશ્વર તાલુકાના રણોદ ગામમાં અને સરસ્વતી તાલુકાના મોટા નાયતામાં પતરા ઉડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લામાં આખો દિવસ ગરમી અને ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં આવેલા એકા એક પલટાસાથે વરસાદી માહોલ છવાયો હતો.પાટણ શહેરમાં વરસાદના કારણે કોલેજ રોડ રેલ્વે ગળનારા ગાયત્રી મંદિરરોડ અાંનદ સરોવર બીએમ હાઇસ્કુલ કે.કે.ગલ્સ, ક્રિષ્ના સિનેમા વી.કે.ભૂલા પાછળના ભાગે સહિતના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જયારે કેટલા હોડીંગ્સો અને બેનરો પવનના કારણે ઉડવા લાગ્યા હતા. તો પાટણ ડીસા હાઇવે પર વાગડોદ નજીક ચારથી પાંચ વૃક્ષો ધરાસાઇ થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. તંત્રને જાણ થતા તાત્કાલીક વન વિભાગની ટીમોને વૃક્ષો હટાવવા માટે દોડાવી હતી. જયારે અડીયા -ચંદ્દુમાણા રોડ પર પણ વૃક્ષો પડયા હતા.જયારે સરસ્વતીતાલુકાના મોટા નાયતાગામે ત્રણ વિજ થાંભલા અને વિજ ડીપી પડીજતા વિજળી ડુલ થઇ ગઇ હતી અને બળવંતજી અજમલજી ઠાકોરના ઘરની બાજુમાં બનાવેલા છાપરાના 11 પતરા ઉંડી જતા નૂકશાન થયું હતું.

વિજળી ડુલ થતા ગામની ડેરીના ઇલેકટ્રી સાધનો જેવા કે બલકુલર બંધ રહેતા 700 પશુપાલકોને દૂધ લઇને ઘરે પાછા જવું પડ્યુ હતું. ઉપરાંત પાલવીયાપુરા ગામે ડીપી ઉપર લીમડાનું વૃક્ષ પડતા ડીપી તૂટી ગઇ હતી. થાંભલા વિજવાયર તૂટી ગયા હતા. શંખેશ્વરતાલુકાના રણોદગામે ચાર મકાનોના છાપરા ઉડી જતા રહિશો ચિંતીત બન્યા હતા.

પાટણ વરસાદ

તાલુકો વરસાદ

પાટણ13 મીમી

સિદ્ધપુર 35 મીમી

ચાણસ્મા 15 મીમી

સરસ્વતી 19 મીમી

શંખેશ્વર 26 મીમી

સમી 05 મીમી

હાિરજ 07 મીમી

કલેકટર કન્ટ્રોલરૂમ પર દોડી આવ્યા

રવિવારેબપોર બાદ એકા એક વરસાદ શરૂ થતા વરસતા વરસાદમાં કલેકટર આનંદ પટેલ અને નિવાસી અધિક કલેકટર બી.જી.પ્રજાપતિ, ડીઝાસ્ટરકન્ટ્રોલરૂમ ની મુલાકાત કરી હતી. અને ટેલીફોન સહિત તમામ વ્યવસ્થાઓ ચકાસી હતી. કલેકટરની મુલાકાત દરમ્યાન નાયબ મામલતદાર ફલજીભાઇ ચૌધરી સહિત કર્મચારીઓ હાજર હતા.