તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજાપતિ સ્વામિ સમાજ દ્વારા તડામાર તૈયારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેરમાં આવેલા પ્રજાપતિ સ્વામી પરિવારના ઇષ્ટદેવ પદ્મનાભ ભગવાનની આગામી તા.4 મી એપ્રિલના રોજ 615 મી જન્મ જ્યંતિ પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જન્મ જ્યંતિ પર્વને લઇ ગુરૂવારની રાત્રે શહેરના જુના પાવર હાઉસ નજીક આવેલા શ્રી નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતે વિવિધ ઉછામણીઓ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉપસ્થિત રહી લ્હાવો લીધો હતો.

શ્રી પદ્મનાભ ભગવાનની 615 મી જન્મ જ્યંતિ પર્વને યાદગાર બનાવવા આયોજીત કરાયેલી વિવિધ ઉછામણીઓ જેવી કે એકકુંડી મહાયજ્ઞ, ગણપતિદાદા, પદ્મનાભ ભગવાન, હરદેવજી ભગવાન અને નકળંગ ભગવાન રથમાં બેસવા માટેના યજમાન પરિવારોએ ઉછામણીમાં બોલી લગાવી હતી. જ્યારે પદ્મનાભ ભગવાન મંદિરે શિખર ઉપર ધ્વજા દંડ અને ભગવાનની મહાઆરતીની પણ ઉછામણી બોલવામાં આવી હતી.

જન્મ જ્યંતિના પાવન પર્વ પ્રસંગે મંદિર પરિસર ખાતે ભગવાનના હિંડોળા દર્શન, 28 કિર્તન સેવા સહિતના ધાર્મીક ઉત્સવ ઉજવાનાર હોઇ સમગ્ર પ્રજાપતિ સ્વામી પરિવારો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો