તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ, હારીજ અને ચાણસ્માના ખેડૂત જુથના લીડરોએ હાજરી આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ, હારીજ અને ચાણસ્માના ખેડૂત જુથના લીડરોએ હાજરી આપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણખાતે કડવા પાટીદાર સમાજની વાડીમાં યોગાંજલી કેળવણી મંડળ સિધ્ધપુર દ્વારાચાલતા બી.સી.આઇ (બેટર કોટન ઇનીસીએટીવ)પ્રોગામ અંતર્ગત ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતુ. જેમાં પાટણ, હારીજ અને ચાણસ્મા તાલુકાના ખેડૂત જુથના લીડરોએ હાજરી આપી હતી.

પ્રસંગે જિલ્લાના ખેતીવાડી અધિકારી શૈલેશભાઇ પટેલ અને કૃષિ વિકાસ કેન્દ્ર સમોડાના ડો. ઉપેશકુમાર તથા તેમની ટીમ દ્વારા ખેડૂતો ને કેવી રીતે સારી ખેતી કરી શકાય અને કપાસની ખેતીમાં શું કાળજી લેવી જોઇએ તેની જાણકારી પૂરી પાડી હતી. મંડળના સેક્રેટરી અને પ્રોજેક્ટ મેનેજર જિજ્ઞાબેને પ્રોજેક્ટ અંતર્ગત ખેડુતોને કેવી રીતે ફાયદો થયો તેની માહિતી આપી હતી.

ખેડૂતોએ ઓછા ખર્ચે ટકાઉ કપાસનું ઉત્પાદન કેવી રીતે મળે છે, કપાસમાં રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ ઘટાડી પાણીનો પણ જરૂર પ્રમાણે ઉપયોગ ,પર્યાવરણ પર રાસાયણિક દવા તથા ખાતર ના વધુ પડતા ઉપયોગની હાનિકારક અસરોઅંગેના અનુભવો રજુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો