તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પ્રથમ તબકકામાં 6824 હેકટરમાં વાવેતર થયુ,કઠોળ પાકોનું વાવેતર ધટશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ તબકકામાં 6824 હેકટરમાં વાવેતર થયુ,કઠોળ પાકોનું વાવેતર ધટશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લામાં ખેડુતોએ ઉતાળુ પાકોના વાવેતર શરૂકરી દિધો છે. હાલમાં 6824 હેકટર જમીનમાં વાવેતર થઇ ચૂકયુ છે. પરંતુ મોટા ભાગે ઉનાળુ બાજરી જુવાર ઘાસચારો અને રજકા બાજરીના પાકનુંજ વાવેતર શરૂ થયું છે. પરંતુ હજુ સુધી મગ ગવાર સહિત કઠોળ પાકોનું વાવેતર બિલકુલ થયુ નથી. ત્યારે વખતે કઠોળપાકો ના વાવેતરમાં ધર-ખમ ધટાડો થવાની શક્યતાઓ છે.

જિલ્લા પાટણ સરસ્વતી સિદ્વપુર ચાણસ્મા અને હારીજ પંથકમાં ધમધોકાર વાવેતર ચાલી રહયુ છે. બાકીના સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં હજુ ખૂબજ ધિમી ગતીએ વાવેતર ચાલી રહ્યુ છે. ગળા વર્ષ જિલ્લામાં 15000 હેકટર જેટલુ થવાની ખેતીવાડી તંત્રએ શક્યતાઓ બતાવી હતી. જેમાં ખાસ કરીને જુવારધાસચારો અને ઉનાળું બાજરીનું વાવેતર થશે.

અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલે જણાવ્યુ હતું કે ઉનાળામાં કઠોળ પાકોને પીયાની જરૂરીયાત વધુ રહેતી હોય છે. અને રોઝાભુંડના ત્રાસના કારણે વખતે મગ અડધ સહિતના કઠોળ પાકોનું વાવેતર કરવા માટે કોઇ ખેડુતો તૈયાર નથી. જેમાં કારણે વાવેતર ઘટશે.

તાલુકો થયેલ વાવેતર

પાટણ1205

સરસ્વતી 1335

સિદ્વપુર - 905

ચાણસ્મા - 859

હારીજ - 2155

સમી - 85

શંખેશ્વર 35

રાધનપુર - 215

સાંતલપુર - 30

પાણીની સુવીધાના અભાવે વાવેતર થતુ નથી

સોઢવનાસરપંચ અને ખેડુત ધરમશીભાઇ દેસાઇએ જણાવ્યુ કે વઢીયાર પંથકની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં કઠોળનું ઉત્પાદન મળે છે.પરંતુ ઉનાળામાં પિયત માટે સિંચાઇની સુવિધા હોવાથી ખેડુતો કઠોળનું વાવેતર કરતા નથી. ઉનાળૂં ખેતી માટે સિંચાઇ કરવા નર્મદાનું પાણી આપાય તો કઠોળનું વાવેતર વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો