તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ખેડૂતોને કોમ્પ્યુટરની ક્લિક કરતા હક્ક પત્રક મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને કોમ્પ્યુટરની ક્લિક કરતા હક્ક પત્રક મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના ખેડૂતોની 1.29 લાખ એન્ટ્રીઓ ઓનલાઇન કરવા ચકાસણી હાથ ધરાઇ

પાટણતાલુકાના 67 ગામોના ખેડૂતોના હક્ક પત્રકોને 1.29 લાખ એન્ટ્રીઓ ઓનલાઇન કરવામાં આવનાર છે. તેના ભાગ રૂપે હાલમાં તંત્ર દ્વારા નોંધનો ચકાસણી કરવા માટેની કામ ગીરી હાથ ધરી છે. તે પૈકી ત્રણ ગામોની નોંધની ચકાસણીનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે.

દરેક ગામોની ગ્રામ પંચાયતોમાં ખેડૂતોના હક્ક પત્રકો તલાટી કમ મંત્રીઓ દ્વારા વર્ષોથી મેન્યુઅલી નીભાવવામાં આવે છે. હાક્ક પત્રકો ખેડૂતોને ઉતારાની જેમ ઓનલાઇન કોમ્પ્યુટરની ક્લીક કરતાની સાથેજ મળી શકે તે માટે નું આયોજન કરવામાં આવ્યુ છે. તેના ભાગ રૂપે પાટણ તાલુકાના 67 ગામોના ખેડૂતોના હક્ક પત્રકોની એન્ટ્રીઓ ઓનલાઇન કરવામાં આવનાર છે. તે પહેલા તમામ એન્ટ્રીઓનુ સ્કેનીંગ કરીને તેનુ મહિસુલી તલાટી, મામલતદાર અને પ્રાંત અધિકારીની ટીમો દ્વારા ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તાલુકાના સાતી, આંબલીયાસણ, દિગડી અને ગજા ગામની એન્ટ્રીઓની પ્રાથમીક ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. બાકીના ગામોની એન્ટ્રીઓની ચકાસણી ચાલી રહી છે. તેવુ મામલતદાર અશોકભાઇ શીરસીયાએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો