તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • જિલ્લામાં કલાર્ક બનવા માટે બીઇ એમઇ ઉમેદવારોએ ઝંંપલાવ્યંુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં કલાર્ક બનવા માટે બીઇ-એમઇ ઉમેદવારોએ ઝંંપલાવ્યંુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતીની દ્વારા જુનિયર કલાર્ક તલાટીકમમંત્રી ગ્રામસેવક ફીમેલ હેલ્થવર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની કુલ 383 જગ્યાઓની ભરતી માટે લેવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના પ્રોવીઝન મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ કરાયા બાદ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની શનિવારે જિલ્લા પંચાયત ખાતે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કલાર્ક બનવા માટે બીઇ,એમઇના ઉચ્ચ અભ્યાસક્રમ કરેલા ઉમેદવારો પણ લાઇનમાં હતા.

પાટણ જિલ્લા પંચાયતમાં ફિમેલ હેલ્થ વર્કરની 120 જગ્યાઓ સામે 151 ઉમેદવારો જુનિયર કલાર્કની 40 જગ્યાઓ માટે 69 , તલાટીની 77 જગ્યાઓ સામે 127 અને ગ્રામસેવક 62 જગ્યાઓ માટે 97 તેમજ મલ્ટીપર્પજ હેલ્થવર્કરની 84 જગ્યાઓ સામે 137 ઉમેદવારોને શનિવારે તેમના શૈક્ષણિક લાયકાતની ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા. ક્લાસ વન અને 2 કક્ષાના અધિકારીઓની પાંચ ટીમો દ્વારા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી હતી.

ડોક્યુમેન્ટ ચકાસણી બાદ જે ઉમેદવારો ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા પ્રમાણે શૈક્ષણિક લાયકાત ધરાવતા હશે. તેમનું આખરી મેરીટ લીસ્ટ તૈયાર કરીને ઉમેદવારોને ઓર્ડર આપવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે.

તલાટી સહિત જુદા જુદા પાંચ સંવર્ગના 578 ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો