તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ પોલીસની 1 દિવસમાં 161 ક્રોસ રેડ બુટલેગરો ચાલાક નીકળ્યા,147માં કાંઈ મળ્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ પોલીસની 1 દિવસમાં 161 ક્રોસ રેડ બુટલેગરો ચાલાક નીકળ્યા,147માં કાંઈ મળ્યુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લામાં ધમધમતી દારૂની બદીને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રવિવારે ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં 15 પોલીસ અધિકારીઓની ટીમો બનાવીને સમગ્ર જિલ્લામાં ચાલતા દેશી અને પરપ્રાંતિય દારૂના અડ્ડાઓ પર ક્રોસ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં હારીજ અને સિદ્વપુરમાંથી રૂ.1.20 લાખનો વિદેશી દારૂ તેમજ વિવિધ સ્થળોએથી દેશી દારૂ - વોશ મળીને કુલ રૂ.1.66 લાખનો દારૂના જથ્થા સાથે 15 શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે સપાટો બોલાવતા બુટલેગરો ભુગર્ભમાં ઉતરી ગયા હતા.

ચુંટણીઓ નજીક આવતા સરકારે દારૂબંધીનો કડક કાયદો અમલમાં મૂક્યો છે. ત્યારે પોલીસતંત્ર હરકતમાં આવીને ખુલ્લુઆમ ચાલતા દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે દોડધામ કરી મૂકી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક અશ્વીન ચૌહાણે જિલ્લાના 15 પોલીસ અધિકારીઓને બુટલેગરોના નામ અને સ્થળના નામોની યાદી બંધ કરવામાં આપીને ક્રોસ રેડો કરવા માટે અધિકારીઓને દોડાવ્યા હતા જેમાં એલસીબી પીઆઇ બી.વી.પટેલે હારીજ પેટ્રોલપંપ નજીક વિપુલસિંહ પ્રભાતસિંહ ચૌહાણના વાડામાં દારોડો કરીને જાસ્કા ગામના હતાજી વાધાજી ઠાકોરને પરપ્રાંતીય દારૂની 743 બોટલો રૂ.1.13 લાખના જથ્થા સાથે પકડીપાડ્યા હતા. જ્યારે સિદ્વપુરમાંથી બી ડીવીઝન પીઆઇ એ.વી.રાજગોરે દરોડો પાડીને પરપ્રાંતિય દારૂની રૂ.6800ની 54 બોટલો સાથે ફુલાપુરાના નાગજીજી પ્રધાનજી ઠાકોરને પકડી પાડ્યો હતો.

ઉપરાંત પાટણ, સમી, બાલીસણા, શંખેશ્વર, વાગડોદ , સાંતલપુર, સિદ્વપુર, કાકોશી ચાણસ્મા, વારાહી, હારીજ અને રાધનપુર પંથકના ગામોમાં પોલીસના અધિકારીઓએ રેડો કરીને રૂ.1000નો 15 લીટર દેશી દારૂ અને રૂ.45 હજારનો દેશી દારૂનો 18 હજાર લીટર ઉપરાંતનો વોશનો જથ્થો પકડી પાડ્યો હતો. સાંજ સુધીમાં પોલીસે કુલ 15 શખ્સોને રૂ.1.66 લાખના દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. જ્યારે 147 સ્થળોએ નિલરેડો થઇ હતી. તેવું એસઓજી પીઆઇ આર.આર.સિંધાલે જણાવ્યુ હતું.

પાટણ જિલ્લા પોલીસ તંત્ર ઠેર ઠેર દરોડા પાડી દેશી, વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તસવીર-ભાસ્કર

પોલીસના કહેવાતા ગુપ્ત ઓપરેશનની ગંધ અાવી ગઈ ? 14 અડ્ડા પરથી 1.66 લાખના જથ્થા સાથે 15 માંડ પકડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો