તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ભાસ્કર િવશેષ |બટકાની સાથે કેસર વાવ્યુ, બે લાખથીવધુનોલ બિયારણ ખર્ચ કરી કેસરનો ઉછેર કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ |બટકાની સાથે કેસર વાવ્યુ, બે લાખથીવધુનોલ બિયારણ ખર્ચ કરી કેસરનો ઉછેર કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંઠંડા પ્રદેશમાં થતા કેસર જેવા પાકની પાટણ જિલ્લામાં પણ ખેતી થવા લાગી છે. સરસ્વતી તાલુકાના ઉંદરા વિસ્તારમાં ધરતીપુત્ર ઠાકોર ઉદાજી પૂજાજીએ અમેરિકન કેસરની સફળ ખેતી કરીને સફળતા પ્રાપ્ત કરી છે.

સામાન્ય રીતે કેસર જેવા પદાર્થો આપણે ત્યાં કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં થતા હોય છે. પરંતુ ખેડૂતે ઉંદરા ગામે આવેલ ખેતીજની જમીનમાં 1 વીઘામાં જમીનમાં કેસરની ખેતી કરી છે અને તેનો વિકાસ પણ સારો થઇ રહયો હોઇ ઉંચુ ઉપજ મેળવશે .આ અંગે ઉદાજી ઠાકોરે જણાવેલ કે તેઓ સાબરકાંઠા વિસ્તારના ખેડૂતો દ્વારા કરાયેલ કુરસની ખેતીને નીહાળીને ઉદાહરણ લઇ અહિં તેમની ચાર વિધા જમીનમાં બટાકાની સાથે અમેરિકન કેસરની ખેતી કરેલ છે. જેમાં આસરે રૂ. 2 લાખથી વધુ બિજનો ખર્ચ થયો છે. અહીં કેસર વિધા દીઠ 15 થી 20 કિલો આસપાસ થશે .હાલે 1 કિલો કેસરના ભાવ માર્કેટમાં 1 થી 2 લાખ ચાલે છે. જેથી સારી કમાણી થવાની શકયતા ધરતીપુત્રો જણાવી હતી.

જોકે ગુજરાત સરકાર અંગે ભવિષ્યમાં આના વેચાણ માટે માર્કેટ ઉભુ કરેતો ખેડૂતો ફળદાયી ખેતી તરફ વળી શકે છે.

પ્રગતીશિલ ખેડુત ઉદાજીએ વિસ્તારના ખેડૂતોની ચીલા ચાલુ ખેતી છોડીને આવી સારી ખેતી તરફ વળવા પ્રેરીત કરવા છે તેમ જણાવ્યું હતું .

ઉંદરાના ખેડુતે અમેરીકન કેસર ની ખેતી કરી છે. તસવીર-અલ્કેશજોષી

ઉંદરાના ખેડુતે અમેરીકન કેસરની ખેતી કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો