તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • નેદરામાં ગટરના પાણી ગામમાં ઘુસ્યા, રોગચાળાનો ભય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેદરામાં ગટરના પાણી ગામમાં ઘુસ્યા, રોગચાળાનો ભય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિધ્ધપુરશહેરમાં તો પહેલેથી કમળાના રોગે માઝા મૂકી છે. હોસ્પિટલના વોર્ડ દર્દીઓથી છલકાઇ રહ્યા છે. ત્યારે હવે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નેદરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગટરનાં ગંદા પાણી રહેણાંક પ્લોટીંગ વિસ્તારોમાં ધૂસીને ભરાવો થતાં આવનાર સમયમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઇ રહી છે.

ગામના વતની દિનેશભાઇ સેનમાએ પ્રગતિ સેતુ દરમ્યાન કલેક્ટર કે.કે.નિરાલા સમક્ષ રજુઆત કરી હતી જેથી તાલુકા વિકાસ અધિકારીને સૂચના કરતાં જગ્યાએ ગટર લાઇન નાખવા 15 લાખના ખર્ચનો અંદાજ મૂક્યો હતો. ગ્રામ પંચાયતને 15 લાખ રૂિપયાનો તોતીંગ ખર્ચ પરવડે તેમ નથી જેથી હાલમાં પરિસ્થિતી દિવસે દિવસે વધુ ખરાબ થઇ રહી છે. ગ્રામજનોના હિતમાં પાટણ કલેક્ટર દ્વારા સરકાર માં રજુઆત કરી ગ્રાન્ટ અપાવી સમસ્યા દૂર કરવામાં આવે તેવું ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો