તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ઉ.ગુ.યુનિવર્સિટીમાં તૈયાર થઇ રહી છે ડિઝિટલાઇઝ લાઇબ્રેરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ.યુનિવર્સિટીમાં તૈયાર થઇ રહી છે ડિઝિટલાઇઝ લાઇબ્રેરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ વિભાગને એકસ્ટેશન કરવા માટે યુનિવર્સિટીની રૂસાની ગ્રાન્ટમાંથી અંદાજીત રૂા.1.33 કરોડ ના ખર્ચે નવીન ગ્રંથાલય ભવન બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. યુનિવર્સિટીની તૈયાર થઇ રહેલી ડિઝિટલાઇઝ લાઇબ્રેરીને લઇ 1214 જેટલી ઓડિયો વીડિયો કેસેટોનો પણ સંગ્રહ કરાયો છે. જે વાંચન અર્થે આવતા વિદ્યાર્થીઓની સુવિધાઓ સંતોષશે તેમ લાઇબ્રેરીયન ડો.નિલેશ પટેલે કહ્યું હતું.

યુનિવર્સિટીમાં નવનિર્માણ થઇ રહેલ ગ્રંથાલયના નીચેના ભાગે ગ્રંથોના સંગ્રહ માટેના રુમ, પ્રથમ માળે રીડીંગ રૂમ, જેમાં 300 બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાશે તેમાંથી 100 બેઠક વ્યવસ્થા મહિલાઓ માટે કાયમી ધોરણે રીઝર્વ રખાશે. સાથે સાથે રીડીંગ રૂમમાં એસીની વ્યવસ્થા ઉપલબ્ધ બનેતે માટે યુનિવર્સિટીના સત્તાધીશોને સુચન કરવામાં આવ્યુ હોવાનું તેમણે જણાવ્યંુ હતું.

યુનિવર્સિટીના ગ્રંથાલય ભવનમાં કાર્યરત ગાર્ડીચેર વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પુસ્તકોની અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ.

હાલ ગ્રંથાલય ભવનમાં 77615 પુસ્તકોનો ખજાનો

હાલમાંયુનિવર્સિટીના ગ્રંથાલય ભવનમાં 77615 જેટલા પુસ્તકોની ભંડાર હોવાનું જણાવી સાહિત્યક, અભ્યાસક્રમોને લગતા, સંશોધનાત્મક, શોધ નિબંધો, વાર્તાઓ, નોવેલ, ધાર્મિક, સામાજીક, વિવિધ લેખકોના પુસ્તકો, આત્મકથાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા પુસ્તકો તેમજ ઇ-જનરલ પુસ્તકો, ઉપલબ્ધ હોવાનુ જણાવ્યુ હતુ. સાથે સાથે 3500 જેટલી ઇ-બુકો પણ હોવાનો ઉલ્લેખ તેઓએ કર્યો હતો.

1214 ઓડિયો- વીડિયો કેસેટોનો પણ સંગ્રહ કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો