તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ઘરમાં માળો નહીં બનાવી દેવાને કારણે પણ ચકલીની સંખ્યા ઘટી રહી છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં માળો નહીં બનાવી દેવાને કારણે પણ ચકલીની સંખ્યા ઘટી રહી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીએક-એક શેરીઓમાં આજથી એક દાયકા પૂર્વે ચકલીઓનો ચીં...ચીં... અવાજ સતત ગુંજ્યા કરતો હતો પણ આજે શહેરમાંથી ચકલીની પ્રજાતિ જાણે અદ્રશ્ય થઈ ગઈ હોય રીતે વસ્તી ઘટી ગઈ છે ત્યારે આપણી આગળની પેઢીને ચકલીને જોવા મ્યુઝિયમ કે ફિલ્મમાં જવું પડે તે હેતુથી તા.20 માર્ચને સોમવારે ‘સેવ સ્પેરો ડે’ (ચકલી બચાવ દિન)ની ઉજવણી વિશ્વ સ્તરે કરવામાં આવશે. શહેરમાં ચકલીઓની વસતિના ઘટાડાનું એક મુખ્ય કારણ મોબાઇલ ટાવર છે જેના હાનિકારક તરંગોના કારણે ચકલીના ઇંડાને પારાવાર નુકશાન થતું હોવાનું તારણ છે.

બદલાયેલી જીવનશૈલીને કારણે શહેરોમાં ચકલી નામનું પંખીડું ગાયબ થઇ ગયું છે. ચકલી વૃક્ષો ઉપર માળો નથી બાંધતી. અગાઉ મકાનોમાં નળિયા અને લાકડાંના બાંધકામો હતા. ઘરના રૂમોમાં લટકતી તસવીરોની પાછળ ચકીબેન અને ચકારાણા માળો બાંધતા. હવે એમની સુવિધા છીનવાઇ ગઇ છે.

આજના યુગમાં આપણે સૌ કોઈએ ભેગા થઈ આંગણાના કલરવ કરતાં પક્ષી ચકલીની સંખ્યા વધારવી પડશે હાલના સમયમાં મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો, વૃક્ષોના વધુ પડતા છેદનને કારણે રાસાયણિક પ્રદૂષણને કારણે તેમજ ઘરમાં માળો નહીં બનાવી દેવાને લીધે ચકલીની સંખ્યા ઘટી રહી છે. વૃક્ષ છેદન-રાસાયણિક પ્રદૂષણ પણ કારણભૂત છે. પ્રદૂષણને લીધે શહેરમાં ચકલીઓની પ્રજાતિ જાણે ખતમ થવા આવી છે. એક સમયે આપણા આંગણાનું પક્ષી ગણાતી ચકલીના દર્શન શહેરી િવસ્તાર અને ખાસ કરીને ગીચોગીચ વસતિ, ઉદ્યોગીકરણ િવગેરેના એરીયામાં દુર્લભ થઇ ગયા છે.

આંગણાનું પક્ષી ચકલીના દર્શન દુર્લભ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો