તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાધનપુર પંથકના 15 રસ્તાઓની દરખાસ્તને એક વર્ષ બાદ પણ મંજૂરી ન મળતાં હાલાકી

રાધનપુર પંથકના 15 રસ્તાઓની દરખાસ્તને એક વર્ષ બાદ પણ મંજૂરી ન મળતાં હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા એક વર્ષથી રાધનપુર પંથકના 16 રસ્તાઓ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગે સરકારમાં દરખાસ્ત કરેલી છે તેમાંથી માત્ર એક રસ્તો મંજૂર કરાયો છે બાકીના 15 રસ્તાઓ બનાવવા માટે હજુ મંજૂરી મળી ન હોવાથી ચોમાસામાં શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ સહિતના લોકોને રસ્તાઓ વગર હાડમારી ભોગવી પડી રહી છે.

રાધનપુર પંથકના જાવંત્રી, લોટીયા, પુરાણ, કોલાપુર, મેમદાવાદથી શેરગંજ, મેમદાવાદથી કોલાપુર, મોટી પીંપળી, નાયતવાડા, જાવંત્રી, ઈન્દ્રનગર, સુરકા, બંધવડ, ગોકુલનગર, મેમદાવાદથી પરા વિસ્તાર, સાથલી, ઝેકડા, રંગપુરા, દહીસર, લોટીયા, ઢેકવાડી, ઠીકરીયા, ઢેકવાડી, ચલવાડાથી ગોસણ ચલવાડાથી સુરકા અને બંધવડથી વૃંદાવન વાડી વિસ્તાર આમ જુદા જુદા 16 નવીન રોડ બનાવવા માટે પાટણ જીલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ રાઠોડે માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરતાં રાધનપુર કાર્યપાલક ઇજનેર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રસ્તાઓ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી છે જેને એક વર્ષ જેટલો સમય થવા છતાં માત્ર એક રસ્તો ચલવાડાથી સુરકા રોડ રૂપિયા 1.75 કરોડના ખર્ચે બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગે મંજૂરી આપી છે. બાકીના પંદર રસ્તાઓ હજુ સરકારે મંજૂર કર્યા નથી ત્યારે શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓ સહિત લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે જીલ્લા પંચાયત સદસ્ય જગદીશ રાઠોડે જણાવ્યું કે સરકાર બાળકોને ભણાવવાની વાત કરે છે પરંતુ શાળાએ સુધી બાળકોને પહોંચવા માટે ગામડાઓમાં રસ્તાઓ જ નથી શાળાએ જવા માટે ગામડાઓમાં સાધનોની ખાસ કોઈ સુવિધા હોતી નથી ત્યારે બંધવડથી ગોકુલનગર અને બંધવડથી વૃંદાવન વાડી વિસ્તારના બાળકોને રસ્તા વગર શાળાએ જવું ભારે મુશ્કેલ બની ગયું છે. નળિયાના કાચા રસ્તા પર ચાલીને શાળાએ જવું પડે છે ત્યારે બાળકો માટે સરકાર આ બંને રસ્તાઓને પ્રથમ પ્રાધાન્ય આપી મંજૂરી આપે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત લાબા સમય રજૂઆત બાદ પણ હજુ 15 રસ્તાઓ મંજુર થયા ન હોવાથી આ બાબતે સરકારમાં તેમજ ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...