તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કોંગ્રેસના દરેક કાર્યકરને પક્ષમાં સન્માન મળશે : બાબુજી ઠાકોર

કોંગ્રેસના દરેક કાર્યકરને પક્ષમાં સન્માન મળશે : બાબુજી ઠાકોર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ બાબુજી ઠાકોરનો સન્માન કાર્યક્રમ રવિવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ દેસાઈએ નવનિયુક્ત પ્રમુખ બાબુજી ઠાકોરને શુભેચ્છા પાઠવી આગામી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને મજબૂત બનાવવા અને પાર્ટીનો ભવ્ય વિજય બને તે માટેના આશીર્વાદ પાઠવ્યા હતા. લાલેશ ઠક્કર, જાગૃતિબેન પટેલ, રણજિત ઠાકોર, શંકરભાઈ મોદી, ઉસ્માન શેખ, ઇદ્રીસ રાજા, કોકીલાબેન પરમાર, એનએસયુઆઇ પ્રમુખ જયેન્દ્રસિંહ રાજપૂત સહિત પાટણ જિલ્લા અને શહેરના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તેમજ પાટણના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

નવનિયુક્ત પ્રમુખ બાબુજી ઠાકોરએ પાર્ટીમાં જુથ બંધીને કોઇ સ્થાન નહીં રહે અને દરેક કોંગ્રેસના કાર્યકર્તા ને પાર્ટીમાં સન્માન મળી રહે તેવા હેતુથી કામગીરી સોંપવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ દરેક કોંગ્રેસના કાર્યકરને એક સૈનિકની ભૂમિકા ભજવી પંજાના નિશાનને મજબૂત બનાવવા તેઓએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...