તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ વોર્ડ નં.8માં પાઈપલાઈનો અને ભૂગર્ભ લાઈનોની મરામત

પાટણ વોર્ડ નં.8માં પાઈપલાઈનો અને ભૂગર્ભ લાઈનોની મરામત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના વોર્ડ નંબર 8 સહિત આજુ બાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા અપાતું પાણી દૂષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાથી પાલિકાને અનેક વખત પાલિકાનું ધ્યાન દોરવા છતાં નિરાકરણ ન લવાતા રહીશો સહિત મહિલાઓએ પાલિકાનો ઘેરાવો એલ્ટીમેટમ અપાતા સફાળા જાગેલા પાલિકાએ લીકેજ બનેલી પાણીની પાઈપલાઈનો અને ભૂગર્ભ લાઈનોની મરામત કામગીરી હાથ ધરી હતી.

પાલિકાના વોટર વર્ક્સ શાખાના ચેરમેન ધર્મેશ પ્રજાપતિ દ્વારા શનિવારની સાંજે શાખાના કર્મીઓને બોલાવી રવિવારના રજાના દિવસે વોર્ડ નંબર 8માં આવતા વિવિધ વિસ્તારોની ભૂગર્ભ લાઇન અને પાણીની પાઈપ લાઈનની તપાસના આદેશ કરતા રવિવારે હાઇડ્રોલિક એન્જિનિયર કિર્તિ પટેલ અને વોટર વર્કસ શાખાના ચેરમેનની આગેવાની હેઠળ કર્મચારીઓ દ્વારા જેસીબી મશીનની મદદ વડે તપાસ કરી લીકેજ બનેલી પાણીની પાઈપલાઈનોની સાથે સાથે ભૂગર્ભ લાઈનોની મરામત કામગીરી હાથ ધરી હતી.

રવિવારે પાલિકાની ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...