• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જિલ્લામાં 86 માધ્યમિક અને ઉ.મા. 202 પ્રવાસી શિક્ષકો ભરવા મંજૂરી

જિલ્લામાં 86 માધ્યમિક અને ઉ.મા. 202 પ્રવાસી શિક્ષકો ભરવા મંજૂરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણશહેર સહિત જિલ્લાની ઘણી ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી જે તે વિષયોની ખાલી જગ્યાએ શિક્ષકોની ભરતીના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર વર્તાઇ રહી હતી. ત્યારે હવે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક 51શાળાઓને કુલ 151 પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા મંડળોને શિક્ષણાધિકારી કચેરી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે સરકારી 35 શાળાઓમાં 51 જેટલા પ્રવાસી શિક્ષકોની આગામી 20મીએ ઉમેદવારોનો કેમ્પ યોજીને ભરતી કરવામાં આવશે તેમ શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.

પાટણ જિલ્લામાં આગામી તા.20મી સુધીમાં તમામ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી રહેલી જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. બીજી તરફ જિલ્લામાં ઘણા લાયકાત ધરાવતા ઉમેદવારો સરકાર દ્વારા કાયમી ભરતીના અભાવે બેરોજગાર રહેવા પામ્યા છે. ત્યારે તેમને પ્રવાસી શિક્ષક બનવાની તક સાંપડી રહેશે. જેમાં શિક્ષણાધિકારી કચેરી ખાતે 51 ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ 151 જગ્યા ખાલી ...અનુસંધાન પાન 8

જિલ્લામાં86...

હોવાનીદરખાસ્તો મળતા જે તે શાળા મંડળને શાળા સમિતિ પ્રવાસી શિક્ષકની પસદગી કરીને શિક્ષણકાર્ય કરાવવા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સરકારી નવી 11 માધ્યમિક શાળાઓ સહિત કુલ 35 જેટલી શાળાઓમાં 51 પ્રવાસી શિક્ષકોની ભરતી માટે ઇચ્છુક ઉમેદવારોની ડી.ઓ કચેરીએ અરજીઓ સ્વિકારાશે અને આગામી 20 મીએ કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કેમ્પ યોજીને ભરતી કરાશે. જ્યાં સીધા ઉમેદવારો બાયોડેટા સાથે કેમ્પમાં સામેલ થઇ શકે છે તેમ શિક્ષણાધિકારી એસ.કે.વ્યાસે જણાવ્યુ હતું.

પ્રવાસી શિક્ષક બનવા ટેટ-ટાટની જરૂર નથી

સામાન્યરીતે સરકાર દ્વારા શિક્ષકોની કાયમી ભરતીમાં શૈક્ષણિક લાયકાત ઉપરાંત ટેટ કે ટાટ પાસ હોવુ જરૂરી હોય છે. જ્યારે પ્રવાસી શિક્ષક માટે ઉમેદવારને ટેટ કે ટાટ પાસ હોવુ જરૂરી નથી.આ પરીક્ષા વગરના ઉમેદવારને પણ પ્રવાસી શિક્ષક તરીકે રાખી શકાય છે તેમ શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યુ હતું.

તાસદિઠ કેટલુ માનદ વેતન મળશે:

શાળા તાસદીઠ મહત્તમદૈનિક તાસ મહત્તમ દૈનિક વેતન

પ્રા.શિક્ષણ 50 6 300

મા.શિક્ષણ 75 6 450

ઉ.મા.શિક્ષણ 90 6 540

સરકારી મા.ઉ.માધ્યમીક શાળાઓમાં 51 પ્રવાસી શિક્ષકો મૂકાશે

પાટણ જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર 35 શાળાઓમાં કુલ 58 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.જેમાં નવીન 11 શાળાઓમાં એક-એક પ્રવાસી શિક્ષક મૂકાશે.સરકારી માધ્યમિકમાં ગણિત-વિજ્ઞાનમાં 28,ભાષામાં 7 અને અંગ્રેજીમાં 6,સા.વિજ્ઞાનમાં એક પ્રવાસી શિક્ષક મૂકાશે.ઉ.મા શાળાઓમાં અગ્રેજી/ગુજરાતી-,ભુગોળ/સમાજશાસ્ત્ર 4 અને ગુજરાતી 1 અને ધોરણ-10પછી ધો11શરૂ કરતી ત્રણ મોડલ સ્કૂલમાં પ્રવાસી શિક્ષક મૂકાશે.

વિષય મુજબ પ્રવાસી શિક્ષકની મંજૂરી

ઉચ્ચતર.મા.વિભાગ-

વિષય સંખ્યા

અંગ્રેજી 22

નામાના મૂળતત્વો 15

ગુજરાતી 08

સમાજશાસ્ત્ર 07

તત્વજ્ઞાન 07

મનોવિજ્ઞાન 07

સંસ્કૃત 05

આંકડાશાસ્ત્ર 05

ભૌતીકવિજ્ઞાન 04

અર્થશાસ્ત્ર 02

ઇતિહાસ 01

વાણિજ્ય વ્યવસ્થા 01

ગણિત 01

રસાયણવિજ્ઞાન 01

કુલ 88

માધ્યમિક વિભાગ-

ગણિત/વિજ્ઞાન 22

અંગ્રેજી 17

સામાજીક વિજ્ઞાન 15

ગુજરાતી 06

સંસ્કૃત 03

કુલ 63

અન્ય સમાચારો પણ છે...