અને આનંદીબહેન ફરી રડ્યા...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણશહેરની પ્રાથમિક કન્યા શાળામાં પ્રવેશોત્સવ વખતે સાતમા ધોરણમાં ભણતી એક બાળકીના સ્ત્રી ભૃણ હત્યા અને બેટી બચાવોના લાગણીસભર ઉદ્દગારોએ ફરીવાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલની આંખો ભીંજવી હતી. તેમણે બાળકીઓને સ્વનિર્ભર અને સશક્ત બનવાની સલાહ આપી હતી. બુધવારે અત્રેની ગુમડા મસ્જીદ શાળા અને કે.કે.ગર્લ્સ સ્કૂલમાં ધોરણ-7, 9 અને 10ની વિદ્યાર્થિનીઓનો ક્લાસ લઇને બાળકીઓનું ગાણિતીક જ્ઞાન ચકાસી જોડાક્ષરો, ઘડીયા પાક્કા કરવા મુખ્યમંત્રીએ ટકોર કરી હતી.

પાટણ શહેરની ગુમડા મસ્જીદ કન્યા પ્રાથમિક શાળાની 21 બાલીકા અને કે.કે.ગર્લ્સ હાઇસ્કુલના ધોરણ-9માં 107 કન્યાનો પ્રવેશોત્સવ સમારોહ બુધવારે સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં પનાગરવાડાની 13 વર્ષિય બાળા તંજીલા અબ્દુલસત્તાર શેખે ભૃણ હત્યા અંગે આપેલા વક્તવ્યથી મુખ્યમંત્રી ભાવવિભોર બનીને રડી પડ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં પણ દીકરીઓએ ફરીથી આંખમાં આંસુ લાવી દીધાની લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, શાળાએ આવતા જતા દિકરીઓને રોમીયો હેરાન કરતા હોય તેમને પાઠ ભણાવવા માટે કરાટે તાલીમ શરૂ કરી છે. ઘર-ઘર સુધી પોલીસ હોય એટલે ખુદની સુરક્ષા ખુદે લેવી પડે એટલે સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સમાં ધો-8, 9ના હજારો બાળકોને તાલીમથી સજ્જ કરવા, વિવિધ રમતો, મિલ્ક, ...અનુસંધાન પાન 8

અનેઅાઅનંદીબહેન...

અનેઆનંદીઆરોગ્ય થકી બાળકીઓને સાહસિક બનાવવા પ્રયાસો કરાઇ રહ્યા છે.

શાળા પ્રવેશોત્સવ સમારોહમાં સાંસદ લીલાધર વાઘેલા, કે.સી.પટેલ, મોહનભાઇ પટેલ, કલેક્ટર નીરાલા, ડીડીઓ રાજગુરુ, રેન્જ આઇ.જી.આઇ.કે.જાડેજા, પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં રૂા.2.50 લાખનું દાન આપનાર ગોરધનભાઇ ઠક્કર સહિત દાતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયુ હતું.

બાળકી સીમરન રાઉમાએ વિદ્યાર્થીઓને યોગ કરાવ્યા

પાટણ ગુમડા મસ્જીદ શાળામાં પ્રવેશોત્સવ પ્રસંગે 13 વર્ષિય સીમરન અલતાફભાઇ રાઉમાએ શાળાના બાળકોને માઇક પર એનાઉન્સ કરીને યોગ કરાવ્યા હતા તેમજ બાળકીઓને કરાટેના દાવ પણ કરાવ્યા હતા. સીમરને પાણીનો બચાવ અંગે પણ વકતવ્ય આપ્યું હતું. મુખ્યમંત્રીએ તેને પાણી કઇ રીતે બચાવશે તેમ પૂછતાં જેટલુ પાણી પીવું હશે તેટલું લઇશ કે જેથી બીજું ઢોળી દેવું પડે તેમ કહેતાં તેને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. સીમરન ઘેર પણ યોગ કરે છે અને કરાટેના દાવ પણ બધા આવડે છે તેમ કહ્યું હતું.

સ્ક્રિપ્ટ એક દિવસમાં કંઠસ્થ કરી

વકતૃત્વપૂરુ થતાં તેમણે બાળકીને તેમની પાસે બોલાવીને ફળ આપીને પૃચ્છા કંઇક પૃચ્છા કરી હતી. બાળકી અને શિક્ષિકા હર્ષાબેને દિવ્યભાસ્કરને કહ્યું હતું કે, આચાર્યા મિતલબેને સ્ક્રિપ્ટ લખી આપી હતી અને એક દિવસમાં તેણે કંઠસ્થ કરી હતી. મારો અવાજ સારો છે એટલે મારી પસંદગી કરી હતી તેમ તંજીલાએ કહ્યું હતું.

પ્રશ્નો છાત્રાઓને પૂછ્યા, ક્લાસ શિક્ષકોનો લેવાયો

મુખ્યમંત્રીએઉદ્દબોદન બાદ ગુમડા મસ્જીદ પ્રાથમિક શાળાના ધોરણ-7ની બાળકીઓનો ગણિત ક્લાસ લીધો હતો. સી.એમે પૂછેલા જોડાક્ષરોમાં કેટલીક બાળકીઓ અટવાઇ હતી, જેને લઇને ધ્યાન આપવા ટકોર કરી હતી. અત્રે અડધા કલાકના બાળકીઓના મૂલ્યાંકન બાદ નજીકની કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ધોરણ-9 અને 10ની કન્યાઓનો વર્ગ લઇને ગાણિતિક મૂલ્યાંકન કર્યુ હતું. જ્યાં છાત્રાઓ નોટબુક વગર હોઇ મુખ્યમંત્રીએ શિક્ષકોને ઠપકો આપ્યો હતો. મુખ્યમંત્રીએ ગણિતમાં ઘન અને ઘનફૂટના પ્રશ્નો છાત્રાઓને પૂછ્યા હતા. જેમાં કેટલીક છાત્રાઓ અટવાઇ હતી. આથી આનંદીબહેને બાળકીઓને ઘડીયા, પલાખા પાક્કા કરવાનું લેશન આપ્યુ હતું અને શિક્ષકોને કલાસની શરૂઆતમાં ઘડીયા પાક્કા કરાવવા ટકોર કરી હતી.

શબ્દોએ હચમચાવ્યા સૌને

અન્ય સમાચારો પણ છે...