• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કેનાલમાં પગ લપસતાં ડૂબેલા મિત્રને બચાવવા જતાં બીજા બે ડૂબ્યા, બેનાં મોત

કેનાલમાં પગ લપસતાં ડૂબેલા મિત્રને બચાવવા જતાં બીજા બે ડૂબ્યા, બેનાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીના ચાર યુવાન તરૂણ રવિવારે બપોરે આસજોલ રાંતેજથી પસાર થતી નર્મદાની બ્રાન્ચ કેનાલથી નીકળતા પગ ધોવા જતો એક યુવાન લપસી પડતા તેને બચાવા જતા બે યુવાન પણ ધસમસતા પાણીમાં ડૂબ્યા હતા. જે પૈકી એક યુવાનને આસપાસના લોકોએ ડૂબકી લગાવી બહાર કાઢી બચાવી લીધો હતો. જ્યારે બે યુવાન પાણીમાં ગરક થતા એકાદ કલાક શોધખોળ બાદ બંનેના મૃતદેહનું બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને પરીવાજનોને સોંપાયો હતો.

બહુચરાજીના 16 થી 20 વર્ષના ચાર યુવાન મિત્રો દર્શન, જૈમિન, કૃણાલ અને કિશન રવિવારે બપોરે આસજોલ નર્મદા બ્રાન્ચ કેનાલ તરફથી નીકળતા હતા. બપોરે 2 .30 વાગ્યાના અરસામાં એક યુવાન કેનાલમાં પગ ધોવા જતા લપસી પડતા બીજો અને પછી ત્રીજો બચાવા અંદર ગયો હતો. દરમિયાન કીશને બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા અને કૃણાલને બહાર કાઢી લીધો હતો જેને ત્વરિત 108માં બહુચરાજી સીવીલમાં રવાના કરાયો હતો. જ્યારે આ દરમ્યાન તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ આદરી હતી. સાંથલ અને બહુચરાજી પોલીસ, નાયબ ચીટનીશ કરશનભાઇ, પરિવારજનો સહીતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. છેવટે સાંજે 5 વાગ્યાના અરસામાં દર્શન અને જૈમિન મૃતહાલતમાં કેનાલમાંથી મળી આવ્યા હતા અને બંન્નેના મૃતદેહને સિવિલ લઇ જવાયા હતા અને પીએમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો.

બહુચરાજીબાવાની વાડી પાછળ રહેતા વેપારી પુત્ર દર્શન વિષ્ણુભાઇ પંચાલ અને બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા રાજેશ્વરીમાં રહેતા જૈમિન અનુભાઇ પ્રજાપતિનું મોત નિપજ્યુ હતું.જ્યારે સુખડીયાવાડી નજીક રહેતા કૃણાલ જોષી અને ઇન્દીરાનગરના કીશન ઠાકોરનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...