• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાધનપુરના દેવ પાસે વાન પલટી, વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે મોત, 5 ઘાયલ

રાધનપુરના દેવ પાસે વાન પલટી, વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે મોત, 5 ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાના દિયોદર તાલુકાના સરદારપુરા ગામનો લુહાર પરીવાર કચ્છમાં મોમાઇ માતાજીના દર્શનોર્થે જઇ પરત આવી રહ્યો હતો. તે વખતે રાધનપુર ભાભર હાઇવે પર દેવાગામ નજીક મારૂતીવાન પલટી મારી જતા વૃધ્ધ મહિલાનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતું. જયારે પરીવારના ત્રણ યુવકો અને બે મહિલા મળી પાંચ જણા ઘાયલ થતાં તેમને સારવાર માટે રાધનપુર રેફરલમાં ખસેડાયા હતો.

દિયોદર તાલુકાના સરદારપુરા ગામના હીરાબેન લાલાભાઇ લુહાર તેમના ત્રણ દિકરાં સહિત પરીવારજનો સાથે કચ્છમાં મોમાઇ માતાજીના દર્શનાર્થે કરી છ સભ્યો પરત આવી રહ્યા હતા. ત્યારે સાંજે છ કલાકના અરસામાં રાધનપુરના દેવગામ નજીક મારૂતિવાન પલટી મારી જતા હિરાબેન લાલભાઇ લુહાર (70)નું ઘટના સ્થળેે મોત નિપજ્યુ હતું. જ્યારે બળદેવભાઇ લાલાભાઇ લુહાર (32), સવિતાબેન મમરાભાઇ લુહાર (40), મમરાભાઇ લાલાભાઇ લુહાર (42), ગીતાબેન બળદેવભાઇ લુહાર (30), અને પરથીભાઇ લાલાભાઇ લુહાર (27)ને ઇજાઓ થતાં તેમને રાધનપુર રેફરલમાં ત્યાંથી મહેસાણા ખસેડાયા હતાં.

ઈજાગ્રસ્તોને મહેસાણા ખસેડ્યા તસવીર-કમલ ચક્રવર્તી

અન્ય સમાચારો પણ છે...