• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • અઘરા લાગતા ચેપ્ટરને વાંચનથી ગમતંુ કરો, સહેલંુ લાગશે

અઘરા લાગતા ચેપ્ટરને વાંચનથી ગમતંુ કરો, સહેલંુ લાગશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇ વિષય કે ચેપ્ટર ઓછુ ફાવે છે, વાંચીએ તો યે યાદ રહેતુ નથી આ મનોવૃત્તિને તિંલાજલી આપો, જે વિષય, ચેપ્ટર ફાવે છે તે ગમતા છે તેને વાંચીને અઘરા લાગતા ચેપ્ટર વાંચવાનું શરૂ કરો ધીરેધીરે તેને ગમતા બનાવો અને પછી આપોઆપ સહેલા લાગતા થશે અને આવડતા બની જશે.પરીક્ષાના દિવસો નજીક હોય એટલે મનમાંથી નથી આવડતુ તેવા હાઉને દાખલ જ થવા દેવાનો નહી,માત્ર ધ્યાન તૈયારીમાં રાખવુ. પરિણામની ચિંતા છોડી વાંચન કર્મ કરો. સાથે પુરતી ઉંઘ,પૈાષ્ટીક આહાર લેવો જેથી આરોગ્ય પણ સ્વસ્થ રહે અને સ્ફુર્તીલાપણામાં વાંચન અનુકુળ બની રહેશે.શિક્ષકોને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી વિદ્યાર્થી, વાલી ફોન કરીને મુઝવતા પ્રશ્નમાં પ્રેરક માર્ગદર્શન મેળવી રહ્યા છે.જેમાં કોઇ ચેપ્ટર કે વિષયને લગતા વધુ પ્રશ્નો કાઉન્સીલર શિક્ષક સમક્ષ આવ્યા હતા અને મુઝવણ અનુરૂપ શિક્ષકે માર્ગદર્શન આપ્યુ હતું.

પરીક્ષાનો તણાવ દૂર કરવા વિદ્યાર્થીઓ અહીં સંપર્ક કરે
પરીક્ષાને લઇ અનુભવાતો તણાવ શિક્ષકો સાથે કાઉન્સેલિંગ કરીને દૂર કરી શકશે છાત્રો

રજનીકાંત મોટીવેશનલ:90992 56456

અતુલભાઇ પટેલ : 9925798288

શોભનાબેન શાહ: 94270 73354

ભરતભાઇ પંચાલ : 98246 87561

વિદ્યાર્થીઓના પ્રશ્નો અને શિક્ષકના જવાબ
પ્રશ્ન : હું ધો 12 સાયન્સમાં છુ, કેવીરીતે પ્લાનીગ કરુ તો 75 ટકા ઉપર ગુણ આવી શકે ?ω

જવાબ : હવે દરરોજ 12 થી 14 કલાકનું નિયમિત લેખન વાંચન કાર્ય કરો. બાકી રહેલા 15 દિવસને પાંચ વિષયોના ભાગે વહેચી દો, સરેરાશ 3 દિવસ પ્રત્યેક વિષય માટે ફાળવી તે પ્રમાણે પાંચેય વિષયોનું અધ્યયનપૂર્ણ કરો. પુરા આત્મવિશ્વાસ સાથે મહેનત કરો. જરૂરથી ગોલ સિધ્ધ થશે.

પ્રશ્ન : મારો પુત્ર ધો 12 સાયન્સમાં છે ગણિત એમસીક્યુ માટે શામાંથી તૈયારી કરાવવી?

જવાબ : ગણીતનું પાઠ્યપુસ્તક ખૂબ જ મહત્વનું છે.પ્રથમ પુસ્તકમાં આપેલ થીયરી, સુત્રો, એમસીક્યુ બરાબર તૈયાર કરી લેવા જોઇએ. બોર્ડના પ્રશ્નપત્રોને લખવાનો મહાવરો કરો, તેમાં આપેલ એમસીક્યુ ગણો તે પ્રમાણેના પ્રશ્નો અન્ય પ્રકાશનોમાંથી શોધી મહાવરો કરો

પ્રશ્ન : મારી દિકરી ધો 10 ગણિત વિજ્ઞાનમાં ગઇસાલે નાપાસ થઇ છે,પાસ થવાની ટીપ્સ આપશો ω

જવાબ : એમસીક્યુ ઉપર વધારે મહત્વ આપો. પુસ્તકોની પાછળ આપેલ એમસીક્યુ તૈયાર કરાવી લેવા.પાંચ પ્રમેય, રચના તૈયાર કરાવી. બોર્ડના પ્રશ્નપત્રોના પરીરૂપ પ્રમાણે જે પ્રકરણોનો ગુણભાર વધારે હોય તેના પ્રશ્નોની તૈયારી કરાવી, લખવાનો મહાવરો કરાવો.દીકરીનો આત્મવિશ્વાસ વધે તે માટે સતત મોટીવેશન આપતા રહો.જરૂરથી પાસ થશે.