વધુ 42.00

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ |સિવિલ હોસ્પિટલને પૂરતી સુવિધા પૂરી પાડવાના આશયથી પાટણ કોંગ્રેસ દ્વારા 25 સોમવારથી શહેર વોર્ડ વાઇસ સહી ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમા સોમવારે હિંગળાચાચર ચોક ખાતે રાહદારીઓએ સહી કરી હતી. શહેર પ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે હવે સિવિલ બચાવો અભિયાન ડોરટુડોર કરાશે./ભાસ્કર

હવે ડોર ટુ ડોર સિવિલ બચાવો અભિયાન

પૂર્વાનુમાન |આગામી ચાર દિવસમાં 43 ડિગ્રી ગરમી પડવાની સંભાવના છે.

પાટણ |રાધનપુર સ્ટેટબેંક ઓફ ઇન્ડિયામાં તા.12 જાન્યુઆરી 2015 પહેલા કોઇ શખ્સ રૂા.100ના દરની ત્રણ બનાવટી નોટો બેંકમાં જમા કરાવી ગયો હતો. બાદમાં બાબતે બેંકને જાણ થતાં બેંકના ઓફિસર ભવનાનજી હાથીજી પઢીયારે અંગે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બેન્કમાં સોની ત્રણ નકલી નોટો પધરાવતા ફરિયાદ

પાટણ| સીબીએસસીધોરણ 12 સાયન્સના જાહેર કરાયેલ પરિણામમાં પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની શ્રેયાંસ હિતેન્દ્રકુમાર ઠક્કરે 93.40 ટકા સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.

CBSC ધો.12 સાયન્સમાં વિદ્યાર્થિની પ્રથમ નંબરે

પાટણ |ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇએ પાટણના રામનગર, બોરસણ, નોરતા, આંબાપુરા, રણુંજના 11.65 કિ.મી.ના મુખ્ય, જિલ્લા, માર્ગોના વિસ્તૃતીકરણ માટે રજુઆત કરાઇ હતી. જેમાં રૂ. 5.90 કરોડની રકમ મંજુર કરી રસ્તાના કામોના જોબ નંબર આપવામાં આવ્યા છે. જિલ્લા માર્ગોનું 3.75થી 5.50 મીટર વિસ્તૃતીકરણ કરાશે.

~ 5.90 કરોડના ખર્ચે માર્ગો બનાવાશે
અન્ય સમાચારો પણ છે...