તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ જિલ્લામાં મહેસુલ અને પંચાયતનાં 204 કર્મચારીઓની બદલીના હુકમો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લામાં મહેસુલ અને પંચાયતનાં 204 કર્મચારીઓની બદલીના હુકમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લામાં પંચાયત અને મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા 204 કર્મચારીઓની બદલીઓનો ગંજીફો કલેકટર અને ડીડીઓ દ્વારા ચીપાતાં મહેસુલ વિભાગના 94 કર્મચારીઓ અને પંચાયતના 110 તલાટી કમમંત્રીઓની આંતરીક બદલીનાં હુકમો કરાતા કર્મચારીઓમાં ભારે ઉલટસુલટ થવા પામી છે જેમાં કહીં ખુશી કહીં ગમ જેવી હાલત જોવા મળી હતી.

સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને પાંચથી વધુ વર્ષ અેકજ ટેબલ પર રાખવા માટે સરકારની સૂચના છે. ઉપરાંત કેટલાક કર્મચારીઓની ફરીયાદો ઉઠતાં અને કેટલાકે તેમની બદલી માટે માગણી કરેલી હોવાથી વહિવટી સરળતા ખાતર જિલ્લામાં મહેસુલ અને પંચાયતના 204 કર્મચારીઓની આંતરીક બદલીઓ કરવામાં આવી છે.

જેમાં પાટણ હારીજ સરસ્વતી સિધ્ધપુર ચાણસ્મા રાધનપુર સમી શંખેશ્વર અને સાંતલપુર મામલતદાર કચેરી તેમજ પાટણ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા 30 નાયબ મામલતદારોની તેમજ ગ્રામીણ વિસ્તારમાં જુદાજુદા સેજાઓમાં ફરજ બજાવતા 35 મહેસુલી તલાટીઓની અને કલેકટરકચેરી,પ્રાંતકચેરી તેમજ મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા 29 કલાર્કોની કલેકટર કે.કે.નિરાલા દ્વારા જિલ્લાની કચેરીઓમાં આંતરીક બદલીઓનાં આદેશ કરવામાં આવ્યા છે.

પાંચ ગામ વચ્ચે એક મહેસુલી તલાટી ફરજ બજાવશે

રાજ્યનાંમહેસુલ વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં 112 મહેસુલી તલાટીઓની 112 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે.જેમાંથી હાલમાં માત્ર 38 જગ્યાઓજ ભરાયેલી છે ત્યારે ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જિલ્લામાં વધુ 70 મહેસુલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 54 તલાટીઓ હાજર થઇ ગયા છે. તેમને હવે નવ માસની તાલીમ આપ્યાબાદ તેમને સેજા પર નિમણુંક કરાશે. હવે જિલ્લામાં પાંચ ગામ વચ્ચે એક તલાટી ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો