• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • શનિવારે પણ બેન્કોમાં કેશ આવતા લોકોને ધક્કા પડ્યાં

શનિવારે પણ બેન્કોમાં કેશ આવતા લોકોને ધક્કા પડ્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકતરફ પગાર ચૂકવણા માટે બેન્કો પાસે નાણાં નથી અને લોકોને તેમજ કર્મચારીઓને પગાર વગર પરત જવું પડી રહ્યું છે ત્યારે કેટલીક બેન્કોમાં સોમવારે નાણાં નહી આવેતો ચૂકવણુ નહી કરી શકાય તેમ બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું.બીજી તરફ જિલ્લા પ્રસાશને કેશ નહીં પણ કેશલેસ પેમેન્ટ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. શનિવારે પણ બેઠકો અને ડેમોન્સ્ટ્રેશનનો દોૈર ચાલુ રહ્યો હતો. સ્વાઇપ મશીન માટે 150 જેટલી દરખાસ્તો મળી છે જે આગામી 10 દિવસમાં આવી જશે.

પાટણ ખાતે વિવિધ બેન્કોમાં નાણાની શોર્ટેજ ચાલુ રહી હતી. મોટાભાગના એટીઅમ બંધ રહ્યા હતા. તો કેટલાક ચાલુ રહ્યા હતા. બેન્ક ઓફ ઇન્ડીયા અને બેંક ઓફ બરોડા દ્વારા પુરા રૂ.24,000 પેમેન્ટ કરાયું હતું. IDBI બેન્કમાં નાણા હોવાથી કોઇને રોકડ અપાયા નહોતા કે કોઇના ચેક ચૂકવાયા નહોતા. દેનાબેંકમાં થોડી કરન્સી આવતાં રાહત થઇ છે. શનિવારે રૂ.10,000 સુધી ચુકવણી કરાઇ હતી.જરૂરીયાત કરતાં કેશ ઓછી છે. સ્ટેટ બેંકમાં કેશ આવતાં રૂ.2000 આપી શકાયા હતા. આવી હાલત અન્ય બેન્કોમાં પણ હતી.

13000 નાગરિકોના બેંક ખાતા ખોલાવાયા

દરમિયાનછેલ્લા અઠવાડીયાના અભિયાન દરમિયાન આશરે 13000 નાગરિકોના બેંક ખાતા ખોલાવવામાં આવ્યાઓ છે.100 ટકા કામગીરી કરવા તંત્ર દોડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...