• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના કાર્યક્રમ માટેના પાસ તૈયાર કરાયા

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના કાર્યક્રમ માટેના પાસ તૈયાર કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણકોંગ્રેસ કાર્યાલયમાં શુક્રવાર રોજ શહેર સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી 4 થી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રીવર ફન્ટ ખાતે આયોજીત કાર્યક્રમમાં આવી રહેલ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ભાગ લેવા જનારા કાર્યકર્તાઓને એન્ટ્રી ઓળખકાર્ડના પાસ તૈયાર કરાયા હતા. રીવર ફન્ટ ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લામાંથી 1000 ઉપરાંત કોંગ્રેસના આગેવાનો કાર્યકર જનાર હોઇ જેમણી પાટણ શહેરમાંથી 150 અને તાલુકામાં 150 કોંગ્રેસના આગેવાની કાર્યકરો પણ જોડાશે તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યુ હતુ. કોંગ્રેસ સમિતિની મળેલી બેઠકમાં પાલિકાના કોર્પોરેટરો સહિત શહેર કોંગ્રેસના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...