• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ

ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતવિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા રવિવાર ના રોજ પાટણ ગાંધી સ્મૃતિ હોલમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ હતી.જેમાં શહેરની 15 માધ્યમિક શાળાઓ ભાગ લીધો હતો. તેમાં પ્રસ્થ ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, બીજા નંબરે કે.કે.ગલ્સ તેમજ ત્રીજા નંબરે સરસ્વતી શિશુ મંદિર શાળા આવી હતી. જયારે પ્રાથમિક વિભાગમાં પ્રથમ ઓક્સફર્ડ ઇન્ટરનેશનલ, બીજા આદર્શ પ્રા.શાળા તેમજ ત્રીજા નંબર લોર્ડ ક્રિષ્ણા સ્કૂલ આવી હતી. તમામ વિજેતા ટીમોને મહેમાનો હસ્તે સિલ્ડ એનાયત કર્યા હતા.

કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ડો. રાજેશભાઇ ઓઝા તેમજ મુખ્ય મહેમાન તરીકે પટોળા હાઉસ વાળા ભરતભાઇ સાલ્વી, શુટિંગ શર્ટિંગ વાળા દેવેન્દ્રભાઇ પટેલ તેમજ રૂદ્રાક્ષ ડેવલોપર વાળા મહેશભાઇ વિશેષ અતિથી તરીકે ગુ.ઉ.પ્રાંતના મહામંત્રી કમલભાઇ ચંદારાણા તેમજ ગુ.ઉ.પ્રાંતના ટ્ર્સ્ટી અશ્વિનભાઇ પારેખ, સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ પ્રજાપતિ, અને મંત્રી કેયુરભાઇ જાની અને કાર્યક્રમના સંયોજક હરેશભાઇ પટેલે સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...