ચાણસ્મા : રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માટે લોકોને સસ્તી અને સારી સુવિધા મળી રહે તે માટે દરેક ડેપોમાં વધારાની સુશોભિત કરેલી એક બસની ફાળવણી કરી છે જેનો ઉપયોગ માત્ર લગ્ન પ્રસંગ માટે જ ફેરવવી તેવો અેસટી વિભાગ દ્વારા જે તે ડેપોના વહિવટને તાકીદ કરાઇ છે.પરંતુ માણસા ડેપોની માણસાથી રાધનપુર બસ બુધવાર સવારે 11 વાગ્યા ના સુમારે ચાણસ્મા ડેપો ખાતે આવી પહોંચી હતી. જે જોતા ચાણસ્મા ડેપો મેનેજર ટીઆઇ દ્વારા ફોટા પાડીને મહેસાણા ડીસીને મોકલી રજૂઆત કરી હતી. જ્યારે ચાણસ્મા ડેપો મેનેજર રિટાબેન પ્રજાપતિ જણાવ્યુ કે લગ્ન માટે ફાળવેલ બસનો ઉપયોગ માણસા ડેપો સંચાલક દ્વારા ટીપ માટે ઉપયોગ કરાયો છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો