તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હારિજ તાલુકાના પીપલાણા ગામે ગયા ફેબ્રુઆરી માસમાં પોલીસ દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારિજ તાલુકાના પીપલાણા ગામે ગયા ફેબ્રુઆરી માસમાં પોલીસ દ્વારા ઠાકોર જીવણજી સરતાનજી ના ખેતરમાં થી રૂપિયા રૂ.7042400ની કિંમતના લીલા ગાજા ના છોડ તેમજ અફીણ ડોડવાના છોડ વાવેતર કરેલા શોધી કાઢી ખેતર માલિક સામે નાર્કોટીક ડ્રગ્સ કાયદા મુજબ હારીજ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો અને આરોપીને કસ્ટડીમાં મોકલી અપાયો હતો. જેણે જામીન પર છોડવા માટે કરેલી અરજી પાટણના એડિશનલ સેશન્સ જજ એમ.એચ ચૌધરી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ જનકભાઈ ઠક્કરની દલીલો બાદ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

પોલીસે જે તે સમયે આરોપીના એરંડાના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ 1079.400 કિલોગ્રામ કિંમત રૂ.6476400 અને અફીણ દોડવા છોડ 113.200 કિલોગ્રામ કિંમત રૂપિયા 566000 ના બાતમી આધારે રેડ પાડીને તારીખ 23/ 2 / 2019 ના રોજ પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...