મોટા નાયતામાં પાકો રોડ અને નર્મદાનું પાણી છોડવા માટે રજુઅાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામની મુલાકાત લીધી હતી.જેમા કાચા માર્ગને પાકો બનાવવા તેમજ નર્મદા નીરથી તળાવ ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. નાયતા અને કાસા વચ્ચે પસાર થતા વ્હોળામાં નર્મદાના પાણી છોડવા માટે માંગ કરાઇ હતી. નાયતા ગામમાં મંજૂર થયેલા વિકાસના કામોને તાત્કાલિક ધોરણે શરૂ કરવા પણ ભાર પૂર્વક સૂચન કરાયું હતું. જેમા ધારાસભ્ય કિરીટભાઇ પટેલે અધૂરા કામો જલ્દી પૂરા થશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લા સદસ્ય મોઘજીજી ઠાકોર,પૂર્વ પ્રમુખ વદનજી ઠાકોર, સરપંચ ચંદનજી ઠાકોર, શંકરજી ઠાકોર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ ધારાસભ્યએ મોટા નાયતા ગામની મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...