તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઇની સારવાર માટે ઉધાર લીધેલા નાણાંમાં જમીન લે-વેચનાર વ્યાજના ચક્કરમાં ફસાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણમા જમીન લે વેચનો ધંધો કરતા અેક શખ્સે તેના ભાઇની કેન્સરની બીમારીની સારવાર માટે લીધેલા નાણા ભરપાઇ કરી દીધા હોવા છતાં વ્યાજ ચઢતાં બાકી બોલાવી કડક ઉઘરાણી કરાતાં ટેન્શનમાં અાવી જઇ ઘર ત્યાગ કરી ગયા હતા પણ ઘરે અાવી જાનથી મારી નાખવાની ધાકધમકી અાપી જતાં તેઅોઅે પાટણ પાછા અાવી ચાર શખ્સો સામે ફરીયાદ અાપતાં શહેર અે ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રૂની ગામના વતની અને પાટણ ખાતે વીરકૃપા ફલેટ જયવિરનગર સોસાયટીમાં રહેતા દિપકકુમાર નારણજી બારોટ (29)ના નાનાભાઇ કીશનભાઇને પેશાબની નળી પર કેન્સરની ગાંઠ હોઇ તેની સારવાર કરાવવા બે વર્ષ પહેલાં પંચરત્ન કોમ્પ્લેક્ષમાં અાવેલ પટેલ રાજુભાઇ બેન્કરની ફાયનાન્સ પેઢીમાંથી રૂ. 2 લાખ વ્યાજે લીધા હતા. તે પછી વધુ રકમ પણ લીધી હતી. તેઅોને રકમ ચૂકવવા છતાં બાકી બોલતી હોઇ સીટીપોઇન્ટમાં મોબાઇલશોપ ધરાવતા ઠકકર બદ્રીભાઇ પાસેથી પૈસા લીધેલા તેઅોને રૂ. 84000, લાલાભાઇ દેસાઇ રહે. કુંતાવાડા તા.સરસ્વતીને રૂ. 130000 જ્યારે જીમલ ઉર્ફે મલજી પટેલ રહે. યશવિહાર સોસાયટી,પાટણને રૂ. 180000 વ્યાજ સાથે ચૂકવ્યા છતાં બાકી શખ્સો ઉઘરાણી કરતા હોઇ વ્યાજના ચક્કરમાં ફસાયેલા દિપકભાઇ 4 માર્ચે ઘરેથી કોઇને કહયા વગર ચાલી જતાં રહેતાં તેમનાં પત્નીઅે શહેર પોલીસ મથકે ગુમ થયાની નોંધ કરાવી હતી. દરમ્યાન દિપકભાઇઅે અમદાવાદથી ફોન કરતાં રાજુભાઇઅે જાનથી મારી નાખવાની ધમકી અાપી ગયાની અને બાળકોની સ્કૂલ પાસે અા લોકોના માણસો જોવા મળ્યાનું કહેતાં દિપકભાઇ પાટણ અાવી ગયા હતા અને શહેર અે ડિવિઝન પોલીસ મથકે હકીકત જણાવતાં પોલીસે રાજુભાઇ ,બદ્રીભાઇ ,લાલાભાઇ અને જીમલભાઇ સામે ભારતીય ફોજદારી ધારો અને નાણા ધીરધાર અેકટ મુજબ ગુનો નોંધી પો.ઇન્સ. એ.સી.પરમાર તપાસ ચલાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો