તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan News Land Assessment Surveyor In Patan Assistant One Lakh Zaverabha Taking A Bribe Of 10000 Rupees Of Supervisor In Radhanpur 071049

પાટણમાં જમીન માપણી સર્વેયર, સહાયક એક લાખની, રાધનપુરમાં સુપરવાઈઝર 10 હજારની લાંચ લેતાં ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારની આજે પણ એટલીજ બોલબાલા છે અને કોઇ અટકાવી શક્યુ નથી તેની પ્રતીતી કરાવતા બે છટકામાં પાટણ જિલ્લામાં પાટણની જમીન માપણી કચેરીના સર્વેયર અને અન્ય એક ખાનગી વ્યક્તિને, લીઝ ગેરકાયદેસર હોવાનો રીપોર્ટ ન કરવા અંગે રૂ. 1 લાખની લાંચ લેતાં કચેરીમાંથી આણંદની એસીબી ટીમ દ્વારા પકડી લેવાયા હતા જ્યારે બીજા કિસ્સામાં રાધનપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટરના બિલના ચેકમાં સહી કરવા તેમજ બાંધકામની મંજૂરી આપવા બદલ પાલિકાના બાંધકામ સુપરવાઇઝરને રૂ. 10 હજારની લાંચ લેતા પાટણ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે પકડી પાડ્યા હતા.

ફરિયાદીના સબંધીની લીઝનો રીપોર્ટ ન કરવા માટે લાંચ લેતાં આણંદ એસીબીએ છટકંુ ગોઠવી ઝડપ્યા
સમીના દાદર ગામે ચાલતી રાકેશભાઇ અને અશોકભાઇ નાયીની લીઝ સહિતની લીઝોની માપણી પાટણ જિલ્લા મોજણી સેવાસદન કચેરીના જીલ્લા નિરીક્ષકે-વ- સર્વેયર રાકેશ કુમાર હરીભાઇ ચાવડાએ કરી હતી. જે લીઝો ગેરકાયદેસર હોવા અંગેનો રીપોર્ટ ખાણ- ખનીજ વિભાગમાં કરવાનો હતો જેમાં ફરીયાદીના સબંધીની લીઝનો રીપોર્ટ ન કરવા માટે નિરીક્ષકે વ્યવહાર પેટે રૂ. 1 લાખ આપવા પડશે તેવી માંગણી કરી હતી. તેનું રેકોર્ડીંગ કરી લઇ એસીબીમાં ફરિયાદ કરતાં આણંદ એસીબી ના પી.આઈ સી.આર.રાણાએ ગુરુવારે છટકુ ગોઠવ્યું હતું. જેમાં જીલ્લા નિરીક્ષકે લાંચની રકમ રમેશભાઈ મહાદેવભાઇ વઢેરને આપવા જણાવતાં રોકડ રકમ આપી હતી. જે સ્વીકારતાં જ એસીબીની ટીમે બન્નેને પકડ્યા હતા.રમેશભાઇ આ કેસમાં ખાનગી વ્યક્તિ છે અને એકજ સોસાયટીમાં રહે છે.

પાટણ સર્વેયર રાકેશ ચાવડા, ખાનગી વ્યકતી રમેશ વઢેર

રાધનપુર પાલિકાના સુપરવાઈઝરે કોન્ટ્રાકટર પાસે બાંધકામની મંજુરી આપવા 30 હજાર માંગ્યા હતા
રાધનપુર | રાધનપુર પાલિકાના બાંધકામ સુપરવાઈઝર રણછોડભાઈ.સી.ગજ્જરે પાલિકાના કોન્ટ્રાક્ટર રાણાભાઇ સામતાભાઈ આયર પાસે કામોના બિલો અને મેજરમેન્ટ બુક પાસ કરાવવાના અલગ-અલગ ચેકમાં સહી કરવા તેમજ બાંધકામની મંજુરી આપવા પેટે રૂ. 30 હજારની માગણી કરી હતી જેમાં અગાઉ રૂ. 20,000 આપી દીધા હતા. બાકીના દસ હજાર આપવાના હોઇ પાટણ એસીબીનો સંપર્ક કરતાં ટ્રેપ ગોઠવી હતી. ગુરુવારે બપોરે નગરપાલિકા કચેરી ખાતે આર.સી ગજ્જર એકાઉન્ટન્ટની ચેમ્બરમાં બેઠા હતા એ સમયે કોન્ટ્રાક્ટરના હાથે દસ હજાર રૂપિયાની લાંચ લેતા પાટણ એ.સી.બી ઇન્ચાર્જ પીઆઇ કે જે પટેલે રંગેહાથ પકડી લીધા હતા. આ માટે એ.સી.બી.ની ટીમે બે દિવસથી રાધનપુરમાં હોટલમાં ધામા નાખ્યા હતા.

રાધનપુર પાલિકાના બાંધકામ સુપરવાઈઝર

અન્ય સમાચારો પણ છે...