તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ અેસટી સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થાના અભાવે મુસાફરોને હાલાકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ જિલ્લા મથકના એસટી બસ સ્ટેશનમા પાયાની સુવિધા અભાવે મુસાફરો હાલાકી વેઠી રહ્યા છે. પાટણ એસટી ડેપોમાં રોજના 25 હજાર મુસાફરો અવર જવર કરે છે. આ ડેપો દિવસની 6 લાખ અાવક કરે છે.ત્યારે પાટણ ડેપોમા સગવડોનો અભાવ છે. શુક્રવારે બપોરે ગોલીવાડાગામના વતની પગે અપંગ કડવાજી પ્રધાનજી ઠાકોર મુસાફરે જણાવ્યુ કે પાટણ ખાતે કામ અર્થે અાવ્યો હતો.અહીં મોટી સંખ્યામાં મુસાફરો હોઇ બેસવાના બાંકડા ભરેલા હોઇ ના છૂટકે નીચે બેસવુ પડ્યુ છે. વધારે બાંકડાની વ્યવસ્થા તંત્રએ કરવી જોઇએ. અભ્યાસ અર્થે આવેલા ડીસાના ભાવેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મુસાફરો બસ પાર્ક કરવાના પ્લેટફોમના અોટલા પર બેઠા હોવાથી અકસ્માતની ભીતી રહે છે.ક્યારેક એસટીબસને બ્રેક ઓછી આવે તો અકસ્માત નોતર શકે છે તેવુ ડ્રાઇવરે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો