Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાગળના પતંગો ઉડાવવા પતંગ રસિયાઓને કોડીએ 20 રૂપિયા વધુ આપવા પડશે
પાટણ શહેરમાં ઉતરાયણના પર્વને લઇ પતંગ દોરીના સ્ટોલો પર ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે દોરીમાં નહીં પરંતુ કાગળોના પતંગમાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો તેમ છતાં પતંગ રસિયાઓ હોશેં હોંશે પ્લાસ્ટિક કરતા કાગળોના જ પતંગો વધુ ખરીદતા જોવા મળી રહ્યા છે .
પાટણ શહેરમાં ઉતરાયણના પર્વને લઇ બજારોમાં દોરી પતંગની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે દોરી પતંગના ભાવમાં ગતવર્ષ કરતા ઝાઝો ફેર જોવા મળ્યો ન હતો પરંતુ કાગળના પતંગોમાં ભાવ વધારો જોવા મળ્યો હતો જેમાં ગતવર્ષે કાગળના ચીલ અને રંગ બે રંગી પતંગોનો બંચ જે 60 થી 80 રૂપિયામાં મળતો હતો જે હાલમાં રૂ. 80 થી 100 ભાવ થઇ જવા પામ્યો છે.
તેમજ બાળકોમાં આકર્ષણ ઉભું કરતા વિવિધ માસ્ક ,પીપુડાં ,અને ટોપીઓમાં વેરાયટીઓ બજારો આવવા પામી છે તેવું વેપારી અશોક પ્રજાપતિએ જણાવ્યું હતું.