તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ તાલુકાના ખાનપુર ગામની સીમમાં બાવળોની ઝાડીમાં ચાલતા જુગારધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ તાલુકાના ખાનપુર ગામની સીમમાં બાવળોની ઝાડીમાં ચાલતા જુગારધામ પર એલસીબી પોલીસની ટીમે બાતમી આધારે રેડ કરી જુગાર રમતા છ શકુનિઓને ઝડપી લીધા હતા.જ્યારે બીજા છ શકુનિ પોલીસને જોઈ નાસી ગયા હતા.

ખાનપુર ગાની સીમના ખેતરમાં આવેલી બાવળોની ઝાડીમાં પાટણનો મોહબત સિંહ બાલાજી ઠાકોર જુગાર રમાડતો હોવાની એલસીબીને બાતમી મળતા રેડ કરતા મહોબતસિંહ ઠાકોર સહિત છ શખ્સો નાસી ગયા હતા જ્યારે અન્ય છ શકુનિઓ ને રૂ.40490 અને 8 મોબાઈલ મળી કુલ રૂ.52990 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...