પાટણના બકરાતપુરામાં ખેતતલાવડીમાં માટી ચોરી કરાતી હોવાની રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરના સાઈબાબા મંદિર વિસ્તારમાં સૂકી પડેલ ખેત તલાવડીમાં રાત્રી દરમ્યાન ગેરકાયદેસર ખોદકામ કરી માટી ચોરી કરવામાં આવતી હોવાની રાવ સાથે સ્થાનિક રહીશે ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ શહેરના હારીજ જવાના હાઇવે પર બકરાતપુરા વિસ્તારમાં આવેલ ફુલણીયા હનુમાન દાદાના મંદિર પાસે સરકારી જમીનમાં બનેલ ખેત તલાવડી ઘણા સમયથી પાણી વિના સૂકી ભઠ્ઠ પડી છે ત્યારે આ વિસ્તારના સ્થાનિક રહીશ પરષોત્તમભાઇ પટેલ દ્વારા ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી કે ખેત તલાવડીમાં રાત્રી દરમ્યાન અજાણ્યા ઈસમો દ્વારા ખોદકામ કરી ટર્બાઓ મારફતે રેતી બરોબર સગે વગે કરી રેતી ચોરી કરવામાં આવી રહી છે. સત્વરે વિભાગ દ્વારા ગેરકાયદેસર કરવામાં આવતા માટીના ખનન મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...