Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ત્વરીત સામાન્યસભા બોલાવવા 15 કોર્પોરેટરોની COને રજૂઅાત
પાટણ નગરપાલીકાના કોંગ્રેસના સભ્યોઅે રજુઅાત કરેલ ખાસ સામાન્યસભાની અરજી પ્રમુખ દ્વારા તાજેતરમાં ફાઇલે કરી દેવામાં અાવી હતી જેના વિરોધમાં શુક્રવારે કોંગ્રેસ પક્ષના 15 કોર્પોરેટરોઅે પ્રમુખને કાયદામાં અાવી કોઇ સત્તા નથી તેમજ સભ્યોના અધિકાર પર તરાપ મારી હોવાનો અાક્ષેપ કરી ચીફ અોફીસરને ત્વરીત ખાસ સાધારણસભા બોલાવવા અરજી પહોંચાડી છે.
કોંગ્રેસના સભ્યો ભરત ભાટીયા,ઉષાબેન પટેલ,અાનંદ રબારી,અતુલ પટેલ,વંદનાબેન દરબાર, વસંતભાઇ પટેલ, અલકાબેન પટેલ, મધુભાઇ પટેલ જાગૃતિબેન પટેલ સહિતના સભ્યોઅે નગરપાલિકામાં ચીફ અોફીસર હાજર ન મળતાં કાર્યાલયમાં લેખિત રજુઅાત કરી છે.
જેમાં જણાવ્યા મુજબ રેકવીઝીશન બોર્ડ અમે બોલાવવા માંગ કરી હતી જે અરજી ફાઇલે કરવાનીમ્યુનિસિપલ અેકટની કલમ 51 માં કોઇ જોગવાઇ નથી. પ્રમુખે અમારા કાયદાકીય અધિકારો પર તરાપ મારી અરજી ગેરબંધારણીય રીતે ફાઇલ કરી છે તેથી ખાસ સામાન્યસભા બોલાવવાઅાગળની કાયદેસરની કાર્યવાહી કરવા અરજ કરાઇ છે.