તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુણઘેર નજીક મીની એસટી બસની ટક્કરે ઊંટલારીના ચાલકને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુણઘેરથી પાટણ હાઇવે રોડ ઉપર જોગણી માતાના મંદિર પાસે બુધવારે સાંજના સુમારે લાકડા ભરેલી ઊંટલારીને મીની એસટી બસે વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઊંટ અને લારીના ચાલકને ઇજાઓ થઇ હતી.

પાટણ તાલુકાના કુણઘેર ગામે રહેતા નિકુલભાઇ મોતીભાઇ દેવીપૂજક તેઓ બુધવારે સાંજના સુમારે લાકડાં ભરી ઊંટલારી લઇને પસાર થતા હતા તે અરસામાં મીની એસટી બસ ચાલકે પાછળથી ટક્કર મારતા ઊંટ અને ઊંટલારીના ચાલકને ઇજાઓ થઇ હતી. આ અંગે ઇજાગ્રસ્તના ભાઇએ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે શખ્સ મીની એસટી બસ (જીજે 18 ઝેટ 2788)ના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...