ઊંઝાના એસ-9 કોમ્પ.માં એક જ રાતમાં સાત દુકાનોનાં શટર તૂટ્યાં

Siddhpur News - in unjha39s s 9 comp the shutters of seven shops fell in one night 034708
Siddhpur News - in unjha39s s 9 comp the shutters of seven shops fell in one night 034708

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:47 AM IST
ઊંઝામાં રવિવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ સિદ્ધપુર હાઇવે સ્થિત એસ-9 કોમ્પલેક્સમાં અેકસાથે 7 દુકાનોનાં શટર તોડી લાખોની મત્તા ચોરી જતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચોરી અંગે જાણ કરાતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.

ઊંઝામાં વસંતપંચમીની રાત્રે તસ્કરોએ ચોરીનું મુહૂર્ત કર્યું હતું. એસ-9 કોમ્પલેક્સમાં વિનાયક મોડેલિંગમાંથી બે કેમેરા અને બે હાર્ડિકસ અંદાજે રૂ.2 લાખ, સુદામા પાર્લરમાંથી મોંઘી સિગારેટના પેકેટ રૂ.1 હજાર, લાઈવ સ્ટુડિયોમાંથી અંદાજે રૂ.22 હજાર, જીવી ઓટો મોબાઇલ્સમાંથી અંદાજે રૂ.15 હજાર, જયવીર મોટર્સ, કોમલ એસેસરીઝ, સાગર ઇપેક્સમાંથી અંદાજે રૂ.65 હજાર મળી અંદાજે રૂ.3 લાખની માલમત્તા તસ્કરો શટર તોડી ચોરી ગયા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. આ કોમ્પ્લેક્સની સંભાળ રાખતા ધવલભાઈએ જણાવ્યું કે, ઊંઝા પોલીસને જાણ કરતાં આવી તપાસ કરી ગયા છે.

દુકાનોનાં શટર તોડી ચોરોએ તિજોરીઓ તોડી હાથફેરો કર્યો.-વિજય શુકલ

X
Siddhpur News - in unjha39s s 9 comp the shutters of seven shops fell in one night 034708
Siddhpur News - in unjha39s s 9 comp the shutters of seven shops fell in one night 034708
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી